• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

મનોવિજ્ઞાન ક્ષેત્રે સંશોધન કરી સમાજોપયોગી બનવાનું આહ્વાન

ભુજ, તા. 1 : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા રિસર્ચ પેપર કેવી રીતે લખવું તે અંગે એક દિવસીય વર્કશોપ કુલપતિ ડો. મોહન પટેલના અધ્યક્ષસ્થાને અને સરદાર પટેલ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો. પંકજ સુવેરા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના પ્રોફેસર ડો. યોગેશ જોગસનની ઉપસ્થિતિમાં યોજાયો હતો. મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો. અલ્પેશ કોતરે શાબ્દિક સ્વાગત કર્યું હતું. વર્કશોપના પ્રથમ ઉદ્ઘાટન સત્રના કુલપતિશ્ર ડો. મોહનભાઈ પટેલે વર્તમાન સમયમાં સંશોધનની આવશ્યકતા ઉપર ભાર મુકવા વિધાર્થીઓને આહ્વાન કર્યું હતું. મનોવિજ્ઞાન ક્ષેત્રે ઘણું સારું સંશોધન કરી સમાજ ઉપયોગી બનવા વિધાર્થીઓને આવા વર્કશોપમાં સહભાગી બનવા પ્રેરિત કર્યા હતા. સરદાર પટેલ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો. પંકજ સુવેરાએ સંશોધન પેપર બનાવવા માટે વૈજ્ઞાનિક રીતે શીર્ષકથી લઈને ઉત્કલ્પના વિષે વિધાર્થીઓને વિવિધ મનોવૈજ્ઞાનિક ઉદાહરણ સાથે માહિતગાર કર્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના પ્રોફેસર ડો. યોગેશ જોગસને વાસ્તવિક પરિસ્થિતિના વિવિધ રસપ્રદ ઉદાહરણ આપી સંશોધન માટેની વિવિધ પદ્ધતિ અને વિસ્તૃત પરિણામ ચર્ચા અને સંદર્ભની વિસ્તારથી માહિતી આપી હતી. સંચાલન મહેતા રુતાંશી અને આશર કશીશે તેમજ આભારવિધિ ડો. મનોજભાઈ ગામીત કરી હતી.

Panchang

dd