મુંદરા,તા. 1 : રતાડિયાના નાગરિક સાથે સોશિયલ
મીડિયા પ્લેટફોર્મ પર ચાલતી જાહેરાત દ્વારા ઓનલાઈન છેતરાપિંડી થઈ હોવાનો કિસ્સો આવ્યો
છે. ગામનાં પ્રકાશભાઇ ઠક્કરે `પ્રાઈમ બેઝિક્સ્સ' નામની વેબસાઇટ પરથી ક્રેડિટ કાર્ડ દ્વારા રૂ.
712 ચૂકવીને' 120 વોટ ફાસ્ટ
ચાર્જર' ઓર્ડર કર્યું હતું. પરંતુ કુરિયર બોક્સ ખોલતાં
અંદરથી તદ્દન સસ્તું 9 વોટ ચાર્જર
નીકળ્યું હતું. ગ્રાહકે કંપનીના આપેલા સત્તાવાર ઈમેલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો
ત્યારે તે ઈમેલ આઈડી નકલી અને ઠગ કંપની હોવાનું
કહ્યું હતું. જલારામ સખી મંડળના પ્રમુખ તિતિક્ષા ઠક્કરે વિવિધ સરકારી તંત્રોને
રજૂઆત કરીને આવી નકલી ઓફરથી સાવધાન રહેવા જણાવ્યું હતું.