અમદાવાદ, તા. 1 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત
સરકારની જીએસટીની આવકમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. સરકાર દ્વારા જારી કરવામાં
આવેલી યાદી અનુસાર ઓગસ્ટ-2026માં રાજ્યને
જીએસટી હેઠળ રૂ. 8,312 કરોડની આવક
થયેલ છે જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક રૂ. 6,470 કરોડ કરતા 28% વધુ છે. ઓગસ્ટ-2026માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી
આવકની વૃદ્ધિ 14.8% રહી છે. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ પાંચ માસમાં ઓગસ્ટ-2026 અંતીત રાજ્યને રૂ. 41,691 કરોડની આવક થયેલ છે જે ગત વર્ષના
સમાન સમયગાળામાં થયેલ આવક રૂ. 32,490 કરોડ
કરતા 28% વધુ છે. રાજ્યને ઓગસ્ટ-2026માં વેટ હેઠળ રૂ. 3,047 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ રૂ.1,125 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ
રૂ. 22 કરોડ ની આવક થયેલ છે. આમ, રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂ. 12,505 કરોડની આવક થયેલ છે.