• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

યુવાનોના પ્રશ્નો અને સમાજ ઉપયોગી કાર્યો માટે યુવા ટીમ તત્પર

ભુજ, તા. 1 : અહીંના લોહાણા મહાજન સંચાલિત ભુજ લોહાણા યુવા મંડળની નવી ટીમની રચના કરવામાં આવી હતી. ભુજ લોહાણા મહાજન કારોબારી યુવા મંડળ ટીમ રચના કરવા માટે પાંચ સભ્યની ટીમ બનાવાઈ હતી જેમાં મહાજન ઉપપ્રમુખ હરેશભાઈ કતિરા, સહમંત્રી અલ્પેશભાઈ ચંદે, ધીરેનભાઈ ઠક્કર, જયેશભાઈ ઠક્કર, હર્ષદભાઈ ઠક્કર (હકી)ને જવાબદારી સોંપવામાં આવી હતી. યુવા પ્રમુખ તરીકે નીલભાઈ સચદેને પુન: પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી, સાથે ઉપપ્રમુખ વરુણ ઠક્કર, અંકુર ઠક્કર, વ્યોમ કારિયા, મંત્રી નમન ઠક્કર, સહમંત્રી રાજવી ઠક્કર, જીત કોઠારી, હાર્દિક તન્ના, ખજાનચી પૂજન ધીરાવાણી, સહખજાનચી ધાર્મિક જોબનપુત્રા, સંગઠન મંત્રી અર્ચિત ઠક્કર, શુભમ ઠક્કર, સંયોજક સાવન પુજારા, સમિતિ સંયોજક રોબિન રૂપારેલ, શિવમ દાવડા, કારોબારી, કોપ્ટ. સભ્ય અને આમંત્રિત સભ્ય વિવિધ સમિતિની રચના કરવામાં આવી હતી.ભુજ લોહાણા મહાજન પ્રમુખ ડો. મુકેશભાઇ ચંદેએ જણાવ્યું હતું કે, જો સમાજ માટે યુવા વર્ગ જાગૃત થશે, તો સમગ્ર સમાજને મોટું બળ મળશે. નવનિયુક્ત પ્રમુખે સિલેક્શન ટીમનો આભાર માની ભવિષ્યમાં પણ તેઓ હંમેશાં યુવાનોના પ્રશ્નો અને સમાજ ઉપયોગી કાર્યો માટે તત્પર રહેશે. મહાજન મંત્રી કમલભાઈ કારિયા, ખજાનચી હિતેશભાઈ ઠક્કર, સહમંત્રી પ્રફુલ્લાબેન કોટક, દર્શનભાઈ ઠક્કર, ચિંતનભાઈ ઠક્કર, હર્ષદ ભીંડે અને સભ્યોએ નવી બનેલી યુવા મંડળની ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી વર્ષમાં તેઓ સમાજ સેવાના કાર્યો વધુ વેગવંતા બનાવે તે માટે હાર્દિક શુભેચ્છાઓ આપી હોવાનું મીડિયા ઇન્ચાર્જ હીરભાઈ પુજારાની યાદીમાં જણાવાયું હતું.

Panchang

dd