લાકડિયા (તા. ભચાઉ), તા. 27 : રાજ્યના 1600 કિ.મી.ના દરિયાકિનારે તથા દરિયાઇ
ભરતીનાં પાણી થકી ઉત્પન્ન થતાં મીઠાનાં અગરોનાં લીઝ/ભાડાંની આવકો જતી કરવાથી સરકારને
મોટી નુકસાની થતી હોવાની પૂર્વ નાણામંત્રી બાબુભાઇ શાહે મહેસૂલના અધિક સચિવને પત્ર
લખી રજૂઆત કરી હતી. ગુજરાતના 1600 કિ..મી. દરિયાકિનારા
તેમજ અરબી સમુદ્રની ઊંચી ભરતીનાં પાણીથી કચ્છના નાનાં-મોટાં રણમાં મીઠું પકવવા વ્યાપારી
ધોરણે ભાડે અપાયેલી જમીનો પરના 1994થી 2012 સુધીના નોન એગ્રીકલ્ચરલ વેરા, શૈક્ષણિક વેરા અને લોકલ ટેક્સ લાંબા સમય સુધી
વસૂલ ન થયાની કચ્છના કલેક્ટર કચેરીની મહેસૂલ શાખાના પત્ર દ્વારા પુરવાર થાય છે એમ તેમણે
જણાવ્યું હતું. ક્ષતિ છુપાવવા કે અગમ્ય કારણોસર વસૂલાતની નોટિસ ગયા પછી આ કર રદ કરવાની
વ્યાપારી ધોરણે મીઠું પકવતા એસોસિયેશનની રજૂઆત મળ્યે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા 2014માં રાજ્યના મીઠું પકવતા જિલ્લા
કલેક્ટર દ્વારા લીઝધારકો પાસેથી સરકાર જે નિર્ણય લેશે તેનું પાલન કરવાની કબૂલાત મેળવવા
મહેસૂલ વિભાગ ગાંધીનગરથી લખાયેલા પત્રના છ વર્ષ પછી સરકારી ગેજેટ 10 એકરની મર્યાદામાં નાના અગરિયા
પર કોઇ ટેક્સ હતો નહીં તેમના સહિત વ્યાપારી ધોરણે મીઠું પકવતા 100 એકરથી વધુ જમીન ધરાવનાર પાસેથી
વેરા ઉઘરાવવાના આદેશાત્મક ગેજેટનાં નવ મહિને ફરી નવા પરિપત્રમાં કોની પાસેથી વેરા ન
લેવાનો કોઇ ઉલ્લેખ વગરના સરકારી પરિપત્રને આધાર ગણી મહેસૂલ વિભાગ દ્વારા એન.એ. આકારણી
રદ કરવાનો તેમજ વેરો ભર્યો હોય તેમને રિફંડ આપવાથી દૂરી બનાવતા પરિપત્રો મોકલ્યા છે
જે વિસંગતતા ઊભી કરે છે. 10000 એકરથી વધુ
જમીનો ધરાવતા સોલારીસ કેમટેક દ્વારા તેમને દર ન ભર્યો હોય, વેરા ભરાયા પછી જ રિન્યૂઅલની પ્રક્રિયા થવાનો
2013ના પત્રના જવાબ કચ્છના કલેક્ટરના
પત્ર લખાયા પછી ભાવનગર સોલ્ટ મેન્યુફેકચર્સ તેમજ ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેકચર્સ જેવી
સંસ્થાના પત્રના પ્રતિભાવ આપતા મહેસૂલ વિભાગના અગાઉ ઉલ્લેખ કરેલા પત્ર તેમજ રાજ્યના
દરિયાકિનારે મીઠું પકવતા વિસ્તારના કલેક્ટરને લીઝ દ્વારા ભાડું વસૂલ કરવાને બદલે મોકૂફ
રાખતા મહેસૂલ વિભાગના અગાઉના પત્રની ચકાસણી જરૂરી ગણવી જોઇએ એમ તેમણે જણાવીને તપાસ
માગી હતી.