ગ્લાસગો, તા. 27 : ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં
ભારતે વધુ ત્રણ રજત ચંદ્રક જીત્યા છે. આથી કુલ છ ચંદ્રક સાથે મેડલ ટેલીમાં ભારત આઠમા
ક્રમે આવી ગયું છે. તમામ પાંચ મેડલ વેઇટ લિફ્ટિંગમાં જીત્યા છે. વેઇટલિફ્ટર્સ રાજા મંથુપાંડી બાદ જ્ઞાનેશ્વરી યાદવે અને પછી બિંદિયારાની
દેવીએ 58 કિલો ભારવર્ગના વેઈટલિફ્ટિંગમાં
ભારતને રજતચંદ્રક અપાવ્યો હતો.
મહિલાઓના પ3 કિલો વજનજૂથ વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં જ્ઞાનેશ્વરી યાદવે સ્નેચમાં
88 કિલો અને કલીન એન્ડ જર્કમાં
111 કિલો વજન ઉઠાવ્યા હતા. આથી
તેણી કુલ 199 કિલો વજન સાથે બીજા નંબર પર
રહી અને સિલ્વર મેડલની હકદાર બની હતી. નાઇજીરિયાની ઓનોમે દિદિહ કુલ 206 વજન ઊંચકીને ગોલ્ડ મેડલ જીતી
હતી. કેનેડાની રેબેકાએ 178 કિલો વજન
સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
બિંદિયારાનીએ સ્નેચમાં 87 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 112 કિલોનું વજન ઉઠાવ્યું. રાનીએ
કુલ 119 કિલો વજન ઉઠાવીને રજત જીત્યો
હતો.
પુરુષોના 6પ કિલો વજનજૂથની
વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતના ખેલાડી રાજા મુથુપાંડીએ શાનદાર દેખાવ કરીને રજત ચંદ્રક
જીત્યો હતો. તેણે સ્નેચ રાઉન્ડમાં 126 કિલો અને કલીન એન્ડ જર્કમાં 160 કિલો મળી કુલ 286 કિલો વજન ઉઠાવ્યું હતું. આથી રાજા મુથુપાંડી બીજા સ્થાને રહી
સિલ્વર મેડલનો હકદાર બન્યો હતો.
આ સ્પર્ધા મલેશિયાના વેઇટલિફટર મુહમ્મદ અજનિલ બિન બિદિન કુલ
299 કિલો વજન ઊંચકીને સુવર્ણ ચંદ્રક
જીતવામાં સફળ રહ્યો હતો, જ્યારે પાપુઆ
ન્યુ ગિની દેશના મોરિયા બારૂએ 282 કિલો વજન સાથે કાંસ્ય ચંદ્રક કબજે કર્યો હતો.