• મંગળવાર, 28 જુલાઈ, 2026

ચોવીસી લેવા પટેલ કબડ્ડી ટૂર્નામેન્ટ સંપન્ન

ભુજ, તા. 27 : સમાજના યુવાનો અને મહિલાઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે અને ભાઈચારો દૃઢ બને તેવા આશયથી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ - ભુજ તથા કચ્છી લેવા પટેલ યુવક સંઘ - ભુજના સંયુક્ત ઉપક્રમે ચોવીસી લેવા પટેલ સમાજના ભાઈઓ અને બહેનો માટે કબડ્ડી ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં ભાઈઓના વિભાગમાં વિજેતા ટીમ : સુખપર `' અને બહેનોના વિભાગમાં વિજેતા ટીમ માંડવી રહ્યા હતા. રમતોત્સવના આ માહોલમાં ખેલાડીઓએ રમતગમતની ક્ષમતા અને ઉત્કૃષ્ટ ખેલદિલીનો પરિચય આપ્યો હતો. આ ટુર્નામેન્ટમાં સમગ્ર ચોવીસી સમાજમાંથી અનેક ટીમોએ ભાગ લીધો હતો. રોમાંચક અને રસાકસીભરી મેચોના અંતે વિજેતા અને રનર-અપ ટીમો તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને બિરદાવાયા હતા. ટૂર્નામેન્ટના પરિણામોમાં ભાઈઓના વિભાગમાં વિજેતા ટીમ : સુખપર `' રનરઅપ ટીમ-  માંડવી તેમજ બહેનોના વિભાગમાં વિજેતા ટીમ માંડવી તથા રનરઅપ ટીમ રામપર અને વ્યક્તિગત એવોર્ડ્સમાં (શ્રેષ્ઠ ખેલાડીઓ) મેદાન પર શાનદાર કૌશલ્યથી દર્શકોના દિલ જીતનાર ખેલાડીઓને વિશેષ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા, જેમાં બેહનોના વિભાગમાં  બેસ્ટ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ- ધનલક્ષ્મી કેરાઈ (વાડાસર), શ્રેષ્ઠ રેડર જિજ્ઞા વાલાણી (માંડવી), શ્રેષ્ઠ ડિફેન્ડર અપેક્ષા કેરાઈ (રામપર) અને ભાઈઓના વિભાગમાં શ્રેષ્ઠ રેડર નીલેશ ખેતાણી (સુખપર), શ્રેષ્ઠ ડિફેન્ડર દિનેશ હીરાણી (માંડવી) રહ્યા હતા. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે આયોજક સંસ્થા કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડીકલ ટ્રસ્ટ - ભુજ તથા કચ્છી લેવા પટેલ યુવક સંઘ - ભુજના ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ જહમત ઉઠાવી હતી. વિજેતા ટીમો અને ખેલાડીઓને સમાજની ત્રણેય પાંખનાં અગ્રણીઓ દ્વારા ટ્રોફી અને પ્રોત્સાહક ઇનામો આપીને બિરદાવવામાં આવ્યા હતા.

Panchang

dd