અમેરિકાના રષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક વખત ટેરિફ લાદવાનો
જવર લાગુ પડયો છે, ત્યાંની સર્વોચ્ચ
આદલતે ટ્રમ્પના અગાઉના પગલાંને રદ કર્યા બાદ વધુ એક વખત ટેરિફ લાદવાનાં પગલાં લેવાઈ
રહ્યાં છે. ગયા ગુરુવારે ટ્રમ્પે ભારત સહિત 16 દેશમાંથી થતી આયાત પર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. ભારત પર
10 ટકા અને અન્ય દેશો પર 12.પ ટકાની આ ટેરિફથી સ્વાભાવિક
રીતે આ દેશોની અમેરિકા સાથેની નિકાસ પર અવળી અસર પડી શકે તેમ છે.જો કે, ટેરિફ અંગેના એક અન્ય ગંભીર નિર્ણયમાં અમેરિકાએ
ભારત સહિતના દેશોમાંથી આયાત થતી જેનેરિક દવાઓ પર ઓગસ્ટ 2028થી અમલમાં આવે તે રીતે વધારાની
2100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત
કરી છે. આ 100 ટકા ટેરિફ બીજા વર્ષે 200 ટકા થઈ જશે એવો નિર્ણય ટ્રમ્પ
સરકારે જાહેર કર્યો છે. અમેરિકા જેનેરિક દવાઓની બહુ મોટાપાયે આયાત કરે છે અને ભારતનો તેમાં મોટો હિસ્સો
હોવાથી ટેરિફના આ નવાં પગલાંથી ભારતીય દવા ઉત્પાદક કંપનીઓને મોટો ફટકો પડશે.આામ તો
આ અગાઉ ટ્રમ્પે ભારત સહિતના દેશો પર પ0 ટકા ટેરિફ લાદ્યો હતો, પરંતુ અમેરિકાની સર્વોચ્ચ અદાલતે તેને રદ
જાહેર કરી હતી. હવે ટ્રમ્પ ટેરિફના તેમના ઈરાદાને
કોઈ પણ હિસાબે જીવતો રાખવા માગતા હોય તેમ ફરીવાર ટેરિફના નિર્ણય લઈ રહ્યા છે. જો કે, આ પગલાંની સામે અમેરિકાની સર્વોચ્ચ અદાલત ફરીવાર
આકરાં પગલાં લે છે કે કેમ, એ તો આવનારો સમય જ કહેશે. 2028થી જેનેરિક
દવાઓની આયાત પર ભારે ટેરિફ લાદવાના પગલાંથી દેખીતી રીતે ભારતની નિકાસ પર મોટી
અસર પડી શકે તેમ છે. ભારતના દવા ઉત્પાદકો દુનિયાના સંખ્યાબંધ દેશોમાં જેનેરિક દવાઓ
પૂરી પાડે છે, પણ આમાં મોટો હિસ્સો અમેરિકાનો
છે. ભારત વર્ષે દિવસે 2પ.8 અબજ ડોલરની જેનેરિક દવાઓ નિકાસ કરે છે જેમાંથી અમેરિકાને નિકાસનો હિસ્સો 38 ટકા જેટલો છે. અમેરિકાએ ગયા વર્ષે ભારતથી 9.7 અબજ ડોલરની દવાઓ આયાત કરી હતી. આનાથી સ્પષ્ટ છે કે, 2028થી ભારતની
નિકાસ પર ભારે અસર ઊભી થાય તેમ છે. 2028થી અમલમાં આવનારી અમેરિકાની ટેરિફના પડકારને પહોંચી વળવા ભારત
પાસે પૂરતો સમય છે. ભારતે યુરોપ, લેટિન
અમેરિકા, આફ્રિકા અને અન્ય એશિયન દેશોમાં દવાની નિકાસને વધારવા
પર ધ્યાન કેન્દ્રીત કરવાની ખાસ જરૂરત રહેશે. બાકી ટ્રમ્પની પ્રકૃતિને જોતાં 2028માં દવાઓની આયાત પરની ટેરિફના
મામલે હજી ઘણા બધા ફેરફાર આવે એવી પૂરી શક્યતાને કોઈ નકારી શકે તેમ નથી. અમેરિકાના
પડકારની સામે ભારતની કંપનીઓ આ બે વર્ષના ગાળામાં નિકાસને વધારવા અન્ય દેશોની બજારો
પર ધ્યાન કેન્દ્રીત કરીને વિકલ્પ તેયાર કરી શકે,
તો ટ્રમ્પની ટેરિફ ખરા અર્થમાં ભારતીય નિકાસ માટે આશીર્વાદરૂપ બની શકે
છે.