• મંગળવાર, 28 જુલાઈ, 2026

શૂટિંગ વર્લ્ડકપમાં ઇશા સિંહને સુવર્ણ અને મનુ ભાકરને કાંસ્ય

હાંગ્ઝોઉ (ચીન), તા. 27 : ભારતની પ્રતિભાશાળી નિશાનેબાજ ઇશા સિંહે આજે આઇએસએસએફ વર્લ્ડકપ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 2પ મીટર પિસ્તોલ સ્પર્ધામાં ઓલિમ્પિક ચંદ્રક વિજેતા હમવતન ખેલાડી મનુ ભાકરને પાછળ રાખીને સુવર્ણ ચંદ્રક જીત્યો છે. મનુ ભાકરને કાંસ્ય ચંદ્રકથી સંતોષ માનવો પડયો હતો. 21 વર્ષીય ઇશા સિંહે ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને 40 પોઇન્ટ સાથે સુવર્ણ ચંદ્રક કબજે કર્યો હતો, જ્યારે પેરિસ ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતનારા સ્ટાર શૂટર મનુ ભાકરે શૂટ-ઓફમાં ત્રીજા સ્થાને રહી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેના ખાતામાં કુલ 28 પોઇન્ટ રહ્યા હતા. જો કે કવોલીફાય રાઉન્ડમાં મનુ ભાકર પ86 પોઇન્ટ સાથે ટોચ પર રહી હતી, પણ ફાઇનલમાં તે ઘણા નિશાન ચૂકી હતી. ઇશા સિંહે 2પ મીટર પિસ્તોલ સ્પર્ધામાં અગાઉ મ્યૂનિચ વિશ્વકપમાં 43 પોઇન્ટ સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

Panchang

dd