ભુજ, તા. 27 : ગઈકાલે રાતે અબડાસાના વાંકુ ત્રણ રસ્તા પાસે પોલીસે કારમાં શરાબની
11 બોટલ સાથે શખ્સને ઝડપી પાડયો
હતો. ગઈકાલે રાતે કોઠારા પોલીસ
પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે વાંકુ ત્રણ રસ્તા પાસે નલિયા બાજુથી આવતી કાર
સ્વિફ્ટ ડિઝાયર નં. જીજે-08-આર-5216 ઊભી રખાવી ચાલકનું નામઠામ પૂછતાં
પોતાનું નામ ક્રિપાલસિંહ કનુભા જાડેજા (રહે. વ્રજધામ સોસાયટી-નલિયા, મુળ ભાનાડા) જણાવ્યું હતું. કારની તલાશી લેતાં
તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી શરાબની 11 બોટલ જેની કિ. રૂા. 9613 મળી હતી. એક લાખની કાર તથા
શરાબનો જથ્થો જપ્ત કરી કોઠારા પોલીસે આરોપી ક્રિપાલસિંહ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી છે.