હરારે, તા. 27 : ઝિમ્બાબ્વે સામેની ટી-20 શ્રેણીમાં 3-0ની શાનદાર જીત બાદ ભારતીય ટીમના
કપ્તાન શ્રેયસ અય્યરે ઇનચાર્જ કોચ વીવીએસ લક્ષ્મણનો આભાર માન્યો હતો અને તેમની પ્રેરણાથી
વિજય પ્રાપ્ત થયાનું જણાવ્યું હતું. હેડ કોચ ગૌતમ ગંભીરને રેસ્ટ અપાયો હતો. આથી ઝિમ્બાબ્વે
પ્રવાસમાં લક્ષ્મણે કોચની જવાબદારી સંભાળી હતી. કપ્તાન શ્રેયસ અય્યરે જણાવ્યું કે અમે
કોચ લક્ષ્મણના આભારી છીએ. તેમણે અને તેમની પૂરી કોચિંગ ટીમે શાનદાર યોગદાન આપ્યું.
કેટલાક કેચ છૂટયા, બાકી ઓવરઓલ
સારો દેખાવ રહ્યો. અમે જ્યારે પણ મેદાનમાં ઉતરતા ત્યારે આપ (લક્ષ્મણ)ની વાત ધ્યાનમાં
રાખતા. અમે આપની સાથે જોડાયેલા મહેસૂસ કરતા. બીજી તરફ કોચ લક્ષ્મણે પણ કપ્તાન અય્યરની
પ્રશંસામાં કહ્યું ટીમમાં ઘણા નવા ખેલાડી હતા, પણ તેણે ખેલાડીઓમાં
સતત જીતનો જુસ્સો વધાર્યો.