• મંગળવાર, 28 જુલાઈ, 2026

માંડવીમાં અજાણી સાધ્વી મહિલાનું લોહીની ઉલટીથી મોત

ભુજ, તા. 27 : ગઈકાલે સવારે માંડવીના પાંજરાપોળ રોડ ઉપર આશરે 55 વર્ષીય સાધ્વી મહિલાને લોહીની ઉલટી થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. 26/7ના સવારે માંડવીમાં પાંજરાપોળ રોડ નોવેલ્ટી સ્ટુડિયો નીચે એક અજાણી સાધ્વી મહિલા (ઉ.વ. આશરે 55)ને અચાનક લોહીની ઉલટી થતા તે પથારીમાં જ ઢળી પડયા હતા. આ બનાવ અંગે નિવૃત્ત અને સત્સંગી એવા રાજેન્દ્રગર ગોસ્વામીએ માંડવી પોલીસ મથકે વિગતો જાહેર કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આ મૃતક અજાણી સાધ્વીની ઓળખ જાણવા છાનબીન આદરી છે.

Panchang

dd