ભુજ, તા. 27 : મુંદરામાં ચાની હોટેલ પાસે
પાળી પર બેઠેલા 24 વર્ષીય યુવાન
મજૂર - શ્રમિકને ટ્રેઈલરે અડફેટે લઈ ગંભીર
પ્રકારની ઈજા પહોંચાડી છે. આ અંગે મુંદરા પોલીસ મથકે ગઈકાલે લખપતના પાનધ્રોમાં રહેતા અને
મજૂરી કરતા કાનજી લખુભાઈ પારાધી ઉર્ફે જોગીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા.21/6ના રાતે 11 વાગ્યાના અરસામાં નાના કપાયા
પાસે માણશી સર્કલથી બોરાણા જતા રસ્તા ઉપર હવેલી ચાની હોટેલ પાસે સિમેન્ટની પાળી ઉપર
બેઠા હતા ત્યારે ટ્રેઈલર નં. જી.જે.-10-ડબલ્યુ- 5858વાળાના ચાલકે
બેદરકારી અને ગફલતભરી રીતે ટ્રેઈલર ચલાવી ફરિયાદી તરફેના રસ્તે નીચે ઉતારતાં ટ્રેઈલર
તેમાના કન્ટેનર સાથે પલટી મારી જતાં ફરિયાદી કાનજી દબાઈ જતાં ગંભીર ઈજા પહોંચાડી હતી
અને ટ્રેઈલરચાલક સ્થળ પરથી નાસી ગયો હતો.