ગાંધીધામ, તા. 27 : રાપરના કીડિયાનગર અને મેવાસામાં
પોલીસે દરોડા પાડી સાત ખેલીઓને ઝડપી પાડયા હતા જ્યારે બે શખ્સો નાસી જવામાં સફળ રહ્યા
હતા. પકડાયેલા શખ્સો પાસેથી કુલ રૂા. 22,000 જપ્ત કરાયા હતા. ગાગોદર નજીક એસએમસીની કાર્યવાહી બાદ સ્થાનિક
પોલીસ સફાળી જાગી હતી અને કાર્યવાહી કરવા દોડી પડી હતી. કીડિયાનગરથી સાય ગામ તરફ જતા
રોડ પર કેનાલની બાજુમાં અમુક શખ્સો જુગાર રમી રહ્યા હતા તેવામાં આવેલી પોલીસે અહીંથી
નરેશ અમરા સોલંકી, દીપક રમેશ
વાઘેલા, હરખા પેથા સોલંકી, રમજુ ગુલમામદ
મંસુરી, બાવુ અભુ સોલંકીને પકડી પાડી રોકડ રૂા. 11,100 જપ્ત કર્યા હતા. બીજી બાજુ
મેવાસા ગામે હનુમાન મંદિર પાસે કાર્યવાહી કરાઈ હતી,
જેમાં અરવિંદ દુદા કોળી અને નરશી વિભા કોળીને ઝડપી લેવાયા હતા,
જ્યારે ભાણા વસ્તા કોળી અને ઈશ્વર નથુ કોળી નાસી જવામાં સફળ રહ્યા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 10,000 જપ્ત કરાયા હતા. એસએમસીની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસે પોતાની
શાખ બચાવવા દોડધામ કરી હોવાનું બહાર આવ્યું હતું.