ભુજ, તા. 27 : કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની
વિસ્તૃત કારોબારી ભુજ રાજગોર સમાજવાડી ખાતે યોજાઈ હતી, જેમાં જિલ્લાભરમાંથી આગેવાનો, હદ્દેદારો, કાર્યકરો, ચૂંટાયેલા
પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કારોબારી બેઠકની શરૂઆતે દીપ પ્રાગટય જિલ્લા પ્રમુખ
વી.કે. હુંબલ, વાલજીભાઈ દનીચા, ઈબ્રાહીમ
મંધરા, નવલાસિંહ જાડેજા, આદમ ચાકી,
પુષ્પાબેન સોલંકી, રફીક મારા, રસિકબા જાડેજા, જુમ્મા નોડે, ભીખાભાઈ
રબારી, જયવીરાસિંહ જાડેજા, મહેસોજી સોઢા
વિગેરે આગેવાનો જોડાયા હતા, કારોબારી બેઠકનું સ્વાગત પ્રવચન જિલ્લા
મહામંત્રી પી.સી. ગઢવીએ કર્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી હુંબલે કારોબારીને
સંબોધતા જણાવ્યું હતું કે, જિલ્લાની પરિસ્થિતિ હાલમાં વિકટ છે
શિક્ષણ, આરોગ્ય, ટ્રાન્સપોર્ટ, વીજ લાઈન, રોજગાર, મોંઘવારી,
ખેડૂતો, યુવા મહિલા જેવા અનેક મુદ્દાઓ મુદ્દે કોંગ્રેસ
પક્ષ મજબૂતીથી લડાઈ લડશે તેમજ પ્રજાના પ્રાણ પ્રશ્ન મુદ્દે સરકાર સમક્ષ ન્યાય અપાવશે
તેમજ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ, શિસ્ત ભંગ થશે તો તેવા આગેવાનોની
પક્ષમાંથી હાકલપટ્ટી નિશ્ચિત છે. વર્તમાન સમયમાં સરકાર તેમજ સરકારી વહીવટી તંત્ર દ્વારા
બેફામ રીતે કોઈ પણ સમાજના ધાર્મિક સંસ્થાનોને તોડી પાડવાની થતી કામગીરીને સખત શબ્દોને
વખોડી અને તેની સામે કાર્યકરોએ આંદોલન ચલાવવા અનુરોધ કર્યો હતો. 2027 વિધાનસભા જીતવા કોંગ્રેસ પક્ષ
અત્યારથી જ કમર કસવાની ચાલુ કરી દીધી છે. કારોબારી બેઠકમાં મંચસ્થ વક્તાઓ યજુવેન્દ્રાસિંહ
જાડેજા, ભરત ઠક્કર, નીતેશ લાલણ,
ભરત સોલંકી વિગેરે આગેવાનો ઉદ્બોદન કર્યું હતું. આ તકે જિલ્લા-તાલુકા
પંચાયત અને નગરપાલિકાની ગત ચૂંટણી લડેલા તમામ ઉમેદવારનું સન્માન કરાયું હતું. આ કારોબારીમાં
ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા, વહીવટી તંત્ર દ્વારા ખોટી રીતે
ધાર્મિક દબાણો દૂર કરવાની કાર્યવાહી સામે લડવા, શહેરી વિસ્તારોની
સમસ્યાઓ, વીજ લાઈનોનું વળતર, માર્ગ અને
પરિવહન સુવિધા, ગ્રામ્ય તથા શહેરોમાં લોકો તેમજ પશુઓ માટે પીવાના
પાણીની યોગ્ય વ્યવસ્થા ગોઠવવા, ખેડૂતોના પ્રશ્નો, મોંઘવારી, ગઊઊઝ મુદ્દે રાહુલ ગાંધીને અભિનંદન પાઠવવા,
આરોગ્ય સેવાઓ, શિક્ષણ વ્યવસ્થા, ગેરકાયદેસર ખનન, ભ્રષ્ટાચાર જેવા ઠરાવો કરાયા હતા. બેઠકનું
સંચાલન ઉપપ્રમુખ રામદેવાસિંહ જાડેજા તથા ઇલિયાસ ઘાંચી અને આભારવિધિ શહેર પ્રમુખ કિશોરદાન
ગઢવીએ કર્યા હતા, કારોબારી બેઠકમાં પ્રદેશ સમિતિના આગેવાનો,
જિલ્લા સમિતિના હોદ્દેદારો, તાલુકા/શહેરના પ્રમુખો
વિ. ઉપસ્થિત રહ્યા હતા તેવું જિલ્લા કોંગ્રેસ સમિતિની યાદીએ જણાવાયું છે.