• મંગળવાર, 28 જુલાઈ, 2026

ગાંધીધામમાં જાહેરમાં કચરો ફેકનાર દુકાનદારને 5,000નો દંડ ફટકાર્યો

ગાંધીધામ, તા. 27 : શહેરની ગાંધી માર્કેટ રોડ ઉપર જાહેરમાં કચરો નાખીને ગંદકી ફેલાવનાર દુકાનદાર સામે પાલિકાએ કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવ્યો છે.  મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને તેમજ વેપારીઓને સ્વચ્છતા જાળવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે અને જાહેરમાં ગંદકી ફેલાવનાર સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ગાંધી માર્કેટ રોડ ઉપર જાહેરમાં કચરો ફેંકીને ગંદકી ફેલાવનાર ગોકુલ ટેલિકોમ સામે કાર્યવાહી કરાઈ હતી.  દુકાનદાર પાસેથી 5,000 નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં અસંખ્ય લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે તેના થકી  વહીવટી તંત્ર સારી એવી આવક પણ થઈ છે. સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સામે વહીવટી તંત્ર એ પણ નિયમિત રૂપે આંતરિક તેમજ મુખ્ય માર્ગોને સફાઈ કરાવવી જરૂરી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.

Panchang

dd