• મંગળવાર, 28 જુલાઈ, 2026

આધોઇની શાળાના 10 ખેલાડી રાજ્યકક્ષા માટે પસંદગી પામ્યા

આધોઇ, તા. 27 : માંડવી ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની સેપક ટકરાવ સ્પર્ધામાં આધોઇ સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને 10 ખેલાડી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામ્યા છે. શાળાના વિદ્યાર્થીઓએ અંડર-17માં પુરુષ તથા બહેનોએ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે અંડર-19માં ભાઈઓ-બહેનોએ  દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે અને 10 ખેલાડી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામ્યા છે. આ સફળતા બદલ તમામ વિજેતા ખેલાડીઓને તથા કોચ અને માર્ગદર્શક વ્યાયામ શિક્ષક શૈલેષભાઈ પરમારને શાળાના આચાર્ય વસતા ભાઈ તથા સ્ટાફ અને પરિવાર દ્વારા અભિનંદન પાઠવાયા હતા અને ખેલાડીઓ આત્મવિશ્વાસ અને ખેલની સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને રાજ્ય સ્તરે તેમજ રાષ્ટ્રીય સ્તરે પહોંચીને સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવાઈ હતી.

Panchang

dd