• મંગળવાર, 28 જુલાઈ, 2026

પ્રથમ ટેસ્ટમાં વિન્ડિઝના 311 સામે પાક.ના 3 વિકેટે 199

તોરાબો (ત્રિનિદાદ) તા. 27 : શાન મસૂદના અણનમ 88 રનની મદદથી વેસ્ટ ઈન્ડિઝ સામેના પ્રથમ ટેસ્ટમાં પ્રવાસી ટીમ પાકિસ્તાને મક્કમ જવાબ આપ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રથમ દાવમાં 311 રનના જવાબમાં બીજા દિવસની રમતના અંતે પાકિસ્તાનના 3 વિકેટે 199 રન થયા હતા. તે હવે વિન્ડિઝથી 112 રન પાછળ છે અને 7 વિકેટ હાથમાં છે. શાન મસૂદ 137 દડામાં 11 ચોક્કા સાથે 88 રને નોટઆઉટ રહ્યો હતો. બીજા દિવસે આખરી ક્ષણોમાં કપ્તાન બાબર આઝમ 23 રને આઉટ થયો હતો. જયારે ઇમામ ઉલ હકે 63 રનની ઈનિંગ રમી હતી. નવોદિત ઓપનર અજાન અવૈસ ઝીરોમાં પાછો ફર્યો હતો. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝનો પહેલો દાવ 311 રને સમાપ્ત થયો હતો. કેવમ હોજ 84 રને અને શે હોપ 92 રને આઉટ થયા હતા. શમાર જોસેફે 23 રન કર્યાં હતા. પાક. તરફથી મોહમ્મદ અલીએ 4 અને મોહમ્મદ અબ્બાસે 3 વિકેટ લીધી હતી.

Panchang

dd