ગાંધીધામ, તા.23 : ગુજરાત
સાહિત્ય અકાદમી ડો મહિપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટ તથા
સરસ્વતી સહયોગ વિદ્યામંદિર ના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ નું આયોજન કરવામાં
આવ્યું હતું. શબ્દભંડોળના પરિચય સાથે ટ્રસ્ટના પ્રમુખ મયુરભાઈ દેસાઈની
અધ્યક્ષતામાં માતૃભાષા મહત્વત્સવ ઉજવાયો હતો. લાયન્સના ધીરેનભાઈ મહેતા ઉપસ્થિત
રહ્યા હતા. તોલાણી કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ મનીષભાઈ પંડ્યા, લો કોલેજના પ્રિન્સિપાલ
શ્વેતા શર્મા, શાળાના ટ્રસ્ટી એ ગગુભાઈ ડાંગર તથા વ્યવસ્થાપક
સુરેશભાઈ ઠક્કર તેમજ મેનાજિંગ ટ્રસ્ટી વિરાજબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા પ્રોફેસર
રમજાનભાઈ હસણીયા એ ચાલો કવિતા ગમતી કરીએ વિષય અંતર્ગત કવિતાઓ પ્રસ્તુત કરી હતી.
વિપુલ ગિરી ગોસ્વામી એ માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું અને ગુજરાતી ભાષાના વિશાળ
શબ્દભંડોળ નો પરિચય આપતા ગીતો ગાયા હતા. આ કાર્યક્રમમાં અધિકારી રેખાબેન પંડ્યા,
શીતલબેન રબારી,દક્ષાબેન સંઘવી,જયાબેન ટાટરીયા, સોનલબેન મહેતા, મહેન્દ્રબા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા આયોજન વિદ્યા મંદિરના સહનિયમક ભરતભાઈ પટેલ
તથા આચાર્ય હેમલબેન ગઢવીએ સંભાળ્યું હતું. મહાનિયામક ભરતભાઈ ધોકાઇ, ટ્રસ્ટના નિશાબેન મહેતા બીનાબેન જોષી એ શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનું
સંચાલન નિકુંજભાઈ ઠક્કરે કર્યું હતું.