• રવિવાર, 08 જૂન, 2025

વરસાદની આગાહી વચ્ચે ખેતરોમાં ભૂતડીની લણણીનો ધરમધમાટ શરૂ

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 6 : તાલુકાના નેત્રા પંથકના નેત્રા, બાંડિયારા, રસલિયા, લક્ષ્મીપર, ખોંભડી વિસ્તારોમાં મગફળીનો પાક ઉખેડયા બાદ મગફળીની લણણી માટે હોપલરોથી ખેતરો ગાજી રહ્યાં છે. હાલમાં 1200થી 1400 એકરમાં મગફળીનો પાક લેવાયો છે. હાલમાં વરસાદી વાદળોના આવાગમન તથા વરસાદની આગાહી વચ્ચે આ પંથકમાં ખેતરોમાં પડેલો મગફળીનો પાક વરસાદથી ન બગડે તે માટે ખેડૂતો ચિંતિત બન્યા છે. એક સામટી મગફળી ઉખેડી લણણી કાર્ય શરૂ થઈ ગયું છે. હોપલર, થ્રેસર મશીનના ધમધમાટે વરસાદના આગમન પહેલાં ઉનાળુ મગફળીના પાકોના વિવિધ કામો તાત્કાલિક પતાવી જગતનો તાત હેમખેમ ભૂતડીના પરથાળ માટેના પ્રયાસોમાં લાગી ગયો છે, તેવું લાડિયારાના ખેડૂત મામદભાઈએ કહ્યંy હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd