નવી
દિલ્હી, તા.
22 : ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇએ કરોડો મોબાઈલ ગ્રાહકો
માટે મહત્ત્વના નિર્ણય મુજબ હવે ટેલિકોમ કંપનીઓએ ફરજિયાતપણે માત્ર વોઇસ કાલિંગ અને
એસએમએસની સુવિધાવાળા સસ્તા રિચાર્જ પ્લાન રજૂ કરવા પડશે, જેમાં ડેટા નહીં હોય. 30 દિવસથી વધુ વેલિડિટી માટે પણ આવા પ્લાન ઉપલબ્ધ
રહેશે. આ ઉપરાંત,
ગ્રાહકોને દર મહિને એક ચોક્કસ તારીખે રિચાર્જ રિન્યૂ કરવાનો વિકલ્પ પણ
મળશે. આ નિર્ણયથી ડેટાનો ઉપયોગ ન કરતા અને ફીચર ફોન ધરાવતા ગ્રાહકોને મોટો ફાયદો થશે. ટ્રાઇ દ્વારા જાહેર કરવામાં આવેલા `ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન (13મો સુધારો) રેગ્યુલેશન, 2026' અનુસાર,
હવે તમામ ટેલિકોમ કંપનીઓએ ફરજિયાતપણે માત્ર વોઇસ કાલિંગ અને એસએમએસની
સુવિધા આપતા સસ્તા રિચાર્જ પ્લાન રજૂ કરવા પડશે, જેમાં ડેટા શામેલ
નહીં હોય. નવા નિયમો મુજબ, 30 દિવસ કે તેથી ઓછી વેલિડિટી ધરાવતા ગ્રાહકો માટે
કંપનીઓએ માત્ર વોઇસ એન્ડ એસએમએસ ઓનલી પ્લાન
આપવો ફરજિયાત બનાવ્યો છે. આ ઉપરાંત, કંપનીઓએ ગ્રાહકોને એક એવો વિકલ્પ પણ પૂરો પાડવો પડશે જેથી
તેઓ દર મહિને એક ચોક્કસ તારીખે જ પોતાનું રિચાર્જ રિન્યૂ કરી શકે. આનાથી ગ્રાહકોને
દર વખતે અલગ-અલગ તારીખોએ રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળશે. ટ્રાઇએ સ્પષ્ટ
કર્યું છે કે 30 દિવસથી
વધુની વેલિડિટી ઇચ્છતા ગ્રાહકો માટે પણ દરેક કંપનીએ ઓછામાં ઓછો એક એવો પ્લાન રાખવો
પડશે જેમાં ડેટા વગર માત્ર કાલિંગ અને મેસાજિંગની સુવિધા હોય. રેગ્યુલેટરે ટેલિકોમ
કંપનીઓને આ પ્લાનની કિંમતો વાજબી અને ડેટા પ્લાન્સ કરતાં નોંધપાત્ર રીતે ઓછી રાખવા
સૂચના આપી છે, જેથી ગ્રાહકો પર આર્થિક બોજ ઘટે. આ
નિર્ણયનો સૌથી મોટો ફાયદો એવા લોકોને થશે જેઓ કીપેડ (ફીચર) ફોનનો ઉપયોગ કરે છે અથવા
ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ બિલકુલ કરતા નથી. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો (સિનિયર સિટીઝન્સ)
અને ઓછી આવક ધરાવતા ગ્રાહકોને હવે બિનજરૂરી ડેટા માટે મોંઘા રિચાર્જ લેવાની મજબૂરી
રહેશે નહીં.