• શનિવાર, 21 માર્ચ, 2026

આડેસરમાં વ્યાજે નાણાં આપ્યા બાદ પજવણી કરનાર સામે ફોજદારી

ગાંધીધામ, તા. 20 : રાપર તાલુકાનાં આડેસર પોલીસ મથકે વ્યાજવાદી સામે  ફોજદારી નોંધાઈ  હતી. આડેસર ભૈરવ ડીઝલ ગેરેજ નામથી વેપાર કરતા દશરથભાઈ મદરૂપભાઈ ચૌધરીએ આરોપી કમલેશભાઈ ગંગારામભાઈ પંડયા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આરોપીએ કોઈ પણ પ્રકારના નાણાં ધિરનારના  લાયસન્સ વિના ફરિયાદીને રૂા. 1.50 લાખ માસિક 8.50 વ્યાજે  આપ્યા હતા, જેની સામે  ફરિયાદી રૂા. 4,26,000ને  ચૂકવી આપ્યા હતા, તેમ છતાં આરોપીએ વ્યાજપેટે રૂા. 13500 અને મૂડીપેટે રૂા. 1.50 લાખની માગણી કરી  ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

Panchang

dd