નવી દિલ્હી, તા. 20 : હાલમાં કાચા
તેલની કિંમતોમાં વધારાના કારણે ખાણીપીણીની વસ્તુઓની રોજની 20થી 25 લાખ ઓર્ડરની
ડિલિવરી કરતી ઝોમેટોએ તેના દ્વારા લેવામાં આવતા જીએસટી, રેસ્ટોન્ટ ચાર્જ કે ડિલિવરી ફીથી અલગ એવા વધારાના
પ્લેટફોર્મ ચાર્જમાં આજથી પ્રતિ ઓર્ડર પર 19 ટકા સુધીનો વધારો ઝીંક્યો છે. ઝોમેટોના ગ્રાહકને હવે દરેક ઓર્ડરે પ્લેટફોર્મ ફી
રૂા. 2.40 વધારે લાગશે, આમ ઓર્ડરે રૂા. 12.50 લાગતા હતા, જે હવેથી રૂા. 14.90 કરવામાં આવ્યા છે, તે ઉપરાંત તેના પર જીએસટી ઉમેરાતાં તેમાં વધુ
વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ઝોમેટોની પ્રતિસ્પર્ધી
સ્વિગી હાલમાં ટેક્સ સહિત લગભગ રૂા. 14.99 પ્રતિ ઓર્ડર પ્લેટફોર્મ ચાર્જ વસૂલે છે. ઝોમેટોએઁ વર્ષ 2023માં માર્જિન અને નફો વધારવા
પહેલીવાર રૂા. 2નો વધારો કર્યો હતો. જાન્યુ. '24માં રૂા.
4 વધાર્યા અને ધીમે ધીમે તેણે રૂા. 7 સુધીનો વધારો કર્યો હતો. છેલ્લે સપ્ટેમ્બર-'25માં 20 ટકા વધાર્યા હતા, આમ
કંપની દ્વારા સાત મહિનામાં બીજીવાર આ ચાર્જમાં વધારો કરાયો છે. આમ દરેક ક્ષેત્રે
મોંઘવારીની અસરથી વધારો થતાં આ ભાવવધારો કરાયો છે.