રાપર, તા. 20 : લોહાણા મહાજન દ્વારા ઈષ્ટદેવ
દરિયાલાલજીની જન્મજયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
હતું. બપોરે દરિયાસ્થાન મંદિરથી શોભાયાત્રા નીકળી હતી જે માલીચોક, સરદાર પટેલ માર્ગ, ગાંધીચોકથી
આંઢવાળા તળાવે પહોંચી હતી જ્યાં લોહાણા મહાજનના અગ્રણીઓ દ્વારા વરુણદેવનું પૂજન કરવામાં
આવ્યું હતું. સાંજે દરિયાસ્થાન મંદિરમાં મહાઆરતી કરવામાં આવી હતી. લોહાણા મહાજનવાડી
ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લોહાણા મહાજનના પ્રમુખ રાજેશભાઈ ચંદે, ઉપપ્રમુખો
બળવંતભાઈ ઠક્કર, ભોગીલાલ મજીઠિયા, રસિકલાલ
આદુઆણી, મહામંત્રી પ્રભુલાલ રાજદે, યુવક
મંડળનાં પ્રમુખ મહેશભાઈ ચંદે, મહામંત્રી કલ્પેશ રાજદે,
મહિલા મંડળના પ્રમુખ સરસ્વતીબેન ચંદે, નયનાબેન
કારિયા, ભાવનાબેન ભીંડે, દરિયાસ્થાનના ટ્રસ્ટી
દિનેશભાઈ ચંદે, વિનોદ મજીઠિયા, કાંતિલાલ
ઠક્કર, નીલેશભાઈ કારિયા, પ્રફુલ્લ ચંદે
સહિત મોટી સંખ્યામાં સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના ભાઈઓએ અડધો દિવસ ધંધાકીય
કામકાજ બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા.