• શનિવાર, 21 માર્ચ, 2026

`નાટો દેશો કાયર, અમે યાદ રાખશું'

વોશિંગ્ટન, તા.20 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક સ્તરે ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો થવા માટે નાટો દેશોને જવાબદાર ઠેરવતાં `કાયર' ગણાવ્યા હતા. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ દેશો હોર્મુઝ સામુદ્રધૂનિમાંથી જહાજોના સુરક્ષિત માર્ગને સુનિશ્ચિત કરવામાં અમેરિકાને મદદ કરવા તૈયાર નથી, છતાં તેઓ તેલના ઊંચા ભાવો અંગે ફરિયાદ કરે છે. તેમણે ટિપ્પણી કરી હતી કે આ રાષ્ટ્રો કાયર છે અને અમેરિકા આ વાત યાદ રાખશે.  ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતાં ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમેરિકા વિનાનાટો કાગળનો વાઘ છે.  તેઓ પરમાણુ સંપન્ન ઈરાનને રોકવાની લડાઈમાં જોડાવા માંગતા ન હતા. અમેરિકન રાષ્ટ્રપતિએ જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોને ઈરાન સામેના સંઘર્ષમાં પોતાનો ટેકો આપવા વિનંતી કરી છે; જોકે, ઘણા દેશોએ તેમ કરવાનો ઇનકાર કર્યો છે. તેમણે નોંધ્યું હતું કે અમેરિકા ઈરાન સામે આ યુદ્ધ એકલા હાથે લડી રહ્યું છે, અને નાટો સભ્ય દેશો તેમનો ટેકો આપી રહ્યા નથી. તેમણે વધુમાં ઉમેર્યું, `હવે જ્યારે આ યુદ્ધ લશ્કરી રીતે જીતાઈ ગયું છે  અને તેમના માટે ખતરો ઓછો છે ત્યારે  તેઓ તેલના ઊંચા ભાવો વિશે ફરિયાદ કરે છે, પરંતુ હોર્મુઝ ખાડીને ખુલ્લું કરવામાં મદદ કરવાનો ઇનકાર કરે છે. આ એક સીધી લશ્કરી કાર્યવાહી છે, અને સ્ટ્રેટને બંધ કરવું એ તેલના ઊંચા ભાવોનું એકમાત્ર કારણ છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે નાટો દેશો માટે આમ કરવું ઘણું સરળ છે, કેટલું ઓછું જોખમ છે. નાટો દેશોને સ્પષ્ટ ધમકી આપતાં કહ્યું કે આ લોકો કાયર છે અને અમે તેમને યાદ રાખશું. 

Panchang

dd