• શુક્રવાર, 20 માર્ચ, 2026

વર્લ્ડ કપમાં નિષ્ફળતા બટલરને આઇપીએલમાં વાપસીનો વિશ્વાસ

અમદાવાદ, તા. 19 : ઇંગ્લેન્ડના ટોચના બેટર અને અનુભવી વિકેટકીપર જોસ બટલર માટે ટી-20 વિશ્વ કપ દુ:સ્વપ્ન સમાન રહ્યો હતો. વિશ્વ કપમાં તેણે 8 મેચમાં ફકત 87 રન જ કર્યા હતા. આ નિરાશામાંથી બહાર આવી આઇપીએલમાં શાનદાર વાપસી માટે તેણે ક્રિકેટમાંથી ટૂંકો બ્રેક લીધો હતો. હવે તે આઇપીએલ ટીમ ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયો છે. બટલરે કહ્યંy તે હવે નવી શરૂઆત કરવા માગે છે. ટી-20 વિશ્વ કપમાં ઇંગ્લેન્ડ ટીમ સેમિ ફાઇનલમાં ભારત સામે હારીને બહાર થઈ હતી. હવે 3પ વર્ષીય ઇંગ્લેન્ડનો આ બેટ્સમેન બટલર કહે છે કે સેમિ ફાઇનલની હાર પછી તેને વિશ્રામનો જે મોકો મળ્યો છે તેનો આઇપીએલમાં ફાયદો થશે. બટલરે કહ્યું આ ટૂંકા બ્રેક દરમિયાન હું પૂરી રીતે ક્રિકેટથી દૂર રહ્યો હતો. હું વિશ્વ કપમાં ટીમ માટે યોગદાન આપી શક્યો ન હતો. હવે આ વિશ્રામથી તાજગી મહેસૂસ કરી રહ્યો છું. આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ ટીમ તેના અભિયાનની શરૂઆત 31 માર્ચે પંજાબ કિંગ્સ સામે કરશે. આઇપીએલમાં બટલરનાં નામે 121 મેચમાં 40ની શાનદાર સરેરાશ અને 10 આસપાસની સ્ટ્રાઇક રેટથી 4120 રન છે. જેમાં 7 સદી અને 24 અર્ધસદી છે. ગત સીઝનમાં તેણે 14 મેચમાં પ9.78ની જોરદાર સરેરાશ અને 163ની સ્ટ્રાઇક રેટથી પ38 રન બનાવ્યા હતા. 

Panchang

dd