• શનિવાર, 21 માર્ચ, 2026

નવી ચીરઈ પાસે અજાણ્યા વાહનને ટક્કરથી યુવાનનું મૃત્યુ

ગાંધીધામ, તા. 20 : ભચાઉ તાલુકાના મોટી ચીરઈ પાસે અજાણ્યા વાહનની હડફેટે ચડેલા અજાણ્યા 40 વર્ષીય પુરુષનું મૃત્યુ થયું હતું. ભચાઉથી ગાંધીધામ  જતા માર્ગ ઉપર  નવી મોટી  ચીરઈમાં આવેલી સેંચુરી  કંપની સામે   બ્રિજ ઉપર તા.19/3ના સવારે  ચાર વાગ્યાના અરસામાં અકસ્માતનો આ બનાવ બન્યો હતો. પૂરઝડપે આવતા અજાણ્યા  વાહનચાલકે ભિક્ષુક જેવા લાગતા 40 વર્ષીય પુરુષને  ટકકર મારી હતી, જેમાં તેમને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર કારગત નીવડે તે પહેલાં તેમણે આંખો મીંચી લીધી હતી. આ અંગે અરવિંદસિંહ પરબતસિંહ ઝાલાની  ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ આરંભી છે.  

Panchang

dd