ભુજ, તા. 20 : કચ્છમાં લાંબા સમયથી વધેલી
દેશીદારૂની બદી સામે જારી રહેલી ધોંસ વચ્ચે મુંદરા તાલુકાના પ્રાગપર પોલીસ મથક વિસ્તારમાં
આવેલા વવાર ગામ નજીક દેશી દારૂનો 720 લિટરનો જથ્થો કિં. રૂા. 1,44,000 સાથે એક આરોપીને પ્રાગપર પોલીસે ઝડપી લઈ તેની પાસેથી કુલ રૂા.
8,44,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના
આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં વવાર ગામથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બોલેરો જીપકાર જીજે
12 એફએફ 8572 લઈને જઈ રહેલા સામરા ઉર્ફે
મોહન પતરામલભાઈ બઢા (ગઢવી)ને ઝડપી પાડયો હતો, તેની પાસેથી દેશી દારૂનો 720 લિટર જથ્થો કિં. રૂા. 1,44,000 તથા વાહન મળી કુલ રૂા. 8,44,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ કાર્યવાહીમાં પોલીસે આરોપી સામે
ગુનો નોંધી અન્ય વોન્ટેડ આરોપી દશરથસિંહ ઉર્ફે દસુભા બાલુભા જાડેજા (રહે. કાંડાગરા)ને
પકડી પાડવા ચક્રો ગતિમાન કરવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.