ઓકલેન્ડ, તા. 20 : બોલરોના શાનદાર દેખાવ બાદ ઇનચાર્જ
કેપ્ટન ટોમ લાથમની અર્ધસદીની મદદથી પ્રવાસી ટીમ દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટી-20 મેચમાં ન્યૂઝીલેન્ડનો 22 દડા બાકી રહેતા 8 વિકેટે સરળ વિજય થયો હતો. ઉપરાઉપરી બે વિજયથી
પ મેચની શ્રેણીમાં કિવીઝ ટીમ 2-1થી આગળ થઇ
છે. 137 રનનો મામૂલી વિજય લક્ષ્યાંક
કિવીઝ ટીમે 2 વિકેટ ગુમાવીને 16.2 ઓવરમાં સર કરી લીધો હતો. મિચેલ
સેંટનરનાં સ્થાને કપ્તાની સંભાળી રહેલ ટોમ લાથમ પપ દડામાં 7 ચોગ્ગા-2 છગ્ગાથી 63 રને નોટઆઉટ
રહ્યો હતો, જ્યારે ડવેન કોન્વેના 26 દડામાં 4 ચોગ્ગા-2 છગ્ગાથી 39 રન થયા હતા.
આ બન્ને વચ્ચે પહેલી વિકેટમાં 66 દડામાં 96 રનની ઝડપી ભાગીદારી થઇ હતી.
ટિમ રોબિન્સન 17 રને આઉટ થયો હતો. આ પહેલા દ.
આફ્રિકા ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 136 રનનો સામાન્ય સ્કોર બનાવ્યો હતો. જેમાં 10મા ક્રમના ખેલાડી કોબાની મેકોએનાના 26 રન સર્વાધિક હતા. જ્યારે જોર્જ
લિંડેએ 23 રન કર્યા હતા. 4 ઓવરમાં 9 રનમાં 1 વિકેટ લેનાર
લોકી ફરગ્યૂસન પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. કાઇલ જેમિસન, મિચેલ સેંટનર અને બેન સીયર્સે 2-2 વિકેટ લીધી હતી.