ચોબારી (તા. ભચાઉ), તા. 20 : ભચાઉ તાલુકાની
ચોબારી સરકારી હાઈસ્કૂલ ખાતે વિશ્વ ચકલી અને કાવ્ય દિવસના ઉપલક્ષમાં વાગડ પ્રકૃતિ સંઘ
તથા ભચાઉ નોર્મલ રેન્જ અને પૂર્વ કચ્છ વન વિભાગ તથા શાળાના સંયુક્ત ઉપક્રમે પક્ષીઓ
તેમજ પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવે અને પ્રકૃતિનું જતન થાય તથા બાળકોમાં સાહિત્યના
ગુણો ખીલે તેવા આશયથી કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું રાપર મામલતદાર એચ.બી વાઘેલાએ દીપ પ્રાગટય કરીને કાર્યક્રમને ખુલ્લો મુક્તી
વેળાએ પર્યાવરણનાં જતન માટેના આ નવતર કાર્યક્રમ
થકી પર્યાવરણ અને સાહિત્ય સંગમના આ કાવ્યપંખને બિરદાવ્યો હતો અને ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓ
સહિત તમામને અભિનંદન પાઠવ્યાં હતાં. કાર્યક્રમમાં ચકલી વિષય પર કવિ મૂળજી ચાવડા (પ્રેમ), નૂરમામદ કાસમ (નૂર), શામજી
માલી (શ્યામ), પ્રભુલાલ સિદ્ધપુરા (પ્રભુ),રામજી મેરિયા (વાગડવાસી)એ પોતાની રચનાઓ રજૂ કરીને દાદ મેળવી હતી. સંચાલન રામજીભાઈએ
સંભાળ્યું હતું. શાળાના ભાવિનભાઈ પરમારે સૌને આવકાર્યા હતા. ફોરેસ્ટ ઓફિસર રસિકભાઈ
મેરિયાએ ચકલીઘર, પાણીનાં કૂંડાં અને વૃક્ષોના રોપા વિતરણ કર્યા
હતા. શાળાના બાળ કવિઓ સમતા પઢિયાર, આશિષ બાલાસરા, હસી ચાવડા, બંસરી ઢીલા અને અનિતા ઢીલાએ કાવ્ય પઠન કરીને
પર્યાવરણ અંગેનો સંદેશો આપ્યો હતો. ચોબારી ગ્રામીણ બેંક મેનેજર હરેશભાઈ વાઘેલા અને
મનફરા ગ્રામીણ બેંક મેનેજર હિમાંશુભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. વન વિભાગના રાજુભાઈ
સુથાર અને ઘનશ્યામભાઈ સોનગરાએ સહયોગ આપ્યો હતો. મામલતદાર દ્વારા શાળામાં વૃક્ષારોપણ
કરવામાં આવ્યું હતું. શાળાની બાળકેએ પ્રકૃતિ ગીત રજૂ પર્યાવરણના જતનનો સંદેશ પાઠવ્યો
હતો. આભારવિધિ ફોરેસ્ટ ઓફિસરે કરી હતી અને સંચાલન ભાવિનભાઈ પરમારે કર્યું હતું.