ગાંધીધામ, તા. 20 : શહેરના શિપિંગ ઉદ્યોગકારના
ઘરમાંથી નોકરાણીએ રૂા. 11.72 લાખના દાગીના
અને રોકડા સહિતની માલમતાની ચોરી કરી હોવાનો બનાવ
સપાટી ઉપર આવ્યો હતો. શહેરમાં સી વેન્ચર
લોજિસ્ટિક નામથી શિપિંગ ચલાવતા ફરિયાદી ગગનપ્રીતસિંગ અમરજીસિંગ ઓલકે પોતાના
ઘરમાં કામ કરતી આરોપી સલીના અનીપાલ માલા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
પોલીસ સત્તાવાર સાધનોની વિગતોએ જણાવ્યું હતું કે, ચોરીનો આ બનાવ ગત તા.19/3 સવારે 11.30થી 13.15 વાગ્યાના અરસામાં બન્યો હતો.
આરોપીએ સોનાંની રીયલ ડાયમંડવાળી બુટ્ટી કિં.
રૂા. 80000, સોનાંનું નાનું કડું કિં.રૂ. 1,40,000, રોકડા રૂા. 4,25,000, ચાર પાસપોર્ટ, સોનાંની રીયલ ડાયમંડ રિંગ કિં. રૂા. 4,50,000, સોનાંની ડાયમંડ રિંગ કિં. રૂા.
65000, સોનાંનું પેન્ડલ કિં. રૂા. 12000 સહિત કુલ્લ રૂા. 11,72,000ની માલમતાની ચોરી કરી હતી. ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસે વિવિધ દિશામાં ચક્રો ગતિમાન
કરી વધુ તપાસ હાથ ધરી છે.