• શનિવાર, 21 માર્ચ, 2026

વ્રજ પ્રભા ગ્રંથ સાક્ષાત ભગવાન વ્રજનું સ્વરૂપ છે

અંજાર, તા. 20 : વ્રજ પ્રભા ગ્રંથ એ સાક્ષાત ભગવાન વ્રજનું સ્વરૂપ છે. તેમાંકાળિયા ઠાકોરની 11 વર્ષ અને 52 દિવસની દિવ્ય લીલાઓનો સમાવેશ થાય છે. આ ગ્રંથ વ્રજવાસીઓનો અતિ પ્રિય ગ્રંથ છે કારણ કે તેમાં વ્રજનું સાચું મહાત્મ્ય રહેલું છે. તેવું   વૃંદાવન સ્થિત ફોગલા આશ્રમ ખાતે શ્રીમદ  વ્રજ પ્રભા પરાયણના આરંભે  સચ્ચીદાનંદ મંદીરના મહંત ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું.  કથાના પ્રથમ દિવસે સવારે ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં  પધારેલા રસિકજનો અને ભાવિક ભક્તો જોડાયા હતા. અબીલ-ગુલાલની છોળો અને પ્રભુ ભક્તિના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.  કથાના પ્રારંભે વ્યાસપીઠ પરથી પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ દ્વારા મંગલાચરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મનોરથી રસિક વાસણભાઈ વીસાભાઈ રણમલ માતા પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પોથી પૂજન, અર્ચના અને ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ કથાકાર . ત્રિકમદાસજી મહારાજ તેમજ સાધુ ભગવાનદાસજી મહારાજનું ભાવપૂર્વક પૂજન કરી આશીર્વાદ મેળવાયા હતાં. વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવતા . ત્રિકમદાસજી મહારાજે ાu કથાનું રસપાન કરતા જણાવ્યું હતું કે, `પરમધામ ધણી ઠાકોરજીની અસીમ કૃપા હોય તો આવા પાવન ધામમાં આવો કથા ના દિવ્ય અવસર પ્રાપ્ત થાય છે.` તેમણે ઉમેર્યું કે  વ્રજ પ્રભા ગ્રંથએ સાક્ષાત ભગવાન વ્રજનું સ્વરૂપ છે, વધારેમાં મહારાજ શ્રીએ ગુરુ મહિમા સમજાવતા કહ્યું કે, `સદગુરુની પ્રાપ્તિ વિના શ્રીકૃષ્ણની પ્રાપ્તિ શક્ય નથી.` સદગુરુ શ્રી સુંદરદાસજી સાક્ષાત ભગવત સ્વરૂપ હોવાનું જણાવી તેમણે સદગુરુ વીર સાહેબને ત્રિકાળ જ્ઞાની ગણાવ્યા હતા.  વધુ માં  કહ્યું હતું કે શ્રીકૃષ્ણનો વાસ્તવિક આનંદ આહીર જ્ઞાતિને પ્રાપ્ત થયો હોવાથી આહીર સમાજ ધન્ય બન્યો છે. સાથોસાથ ગુરુ મહારાજનો જન્મ લોહાણા સમાજમાં થયો હોવાથી લોહાણા સમાજે પણ ગૌરવ અને ધન્યતા અનુભવી જોઈએ. તેમણે ભક્તોને શિખામણ આપતા કહ્યું કે, મન હંમેશા ભગવત ચરણોમાં રાખવું અને જીવનમાં શ્રવણ, મનન તેમજ નિત્ય અભ્યાસને સ્થાન આપવું. આજના આધુનિક યુગમાં વેપાર-ધંધા અંગે માર્ગદર્શન આપતા શ્રી ત્રિકમદાસજી મહારાજે શીખ આપી હતી કે, વેપાર ધંધામાં ક્યારેય છળ-કપટ કે અનીતિ કરવી નહીં, કારણ કે અનીતિ એ ધંધાના નાશનું મૂળ કારણ છે. પ્રભુમાં સાચી નિષ્ઠા અને શ્રદ્ધા જ અક્ષરાતીત પ્રભુ શ્રીકૃષ્ણની ભક્તિના દ્વાર ખોલે છે.  કથા દરમિયાન ત્રિકમદાસજી મહારાજ અને સાધુ ભગવાનદાસજી મહારાજે પોતાની આગવી શૈલીમાં ભજન-કીર્તનની એવી રમઝટ બોલાવી હતી કે હાજર તમામ રસિકજનો મનમૂકીને રાસે રમ્યા હતા અને દિવ્ય આનંદની અનુભૂતિ કરી હતી. કથાના પ્રથમ દિવસના અંતે ઠાકોરજીને ભોગ ધરાવવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે ખૂબ મોટી સંખ્યામાં રસિકજનો ઉપસ્થિત રહીને કથા શ્રવણ નો લાભ લીધેલ હતું. વૃંદાવન મધ્યે આયોજિત આ કથા પારાયણ માં યજમાન પરિવાર ના શ્રી વાસણભાઈ વિશાભાઈ માતા ના માર્ગદર્શન માં અંકિતભાઈ માતા અને તેમની યુવા ટીમ સમગ્ર આયોજન માં સેવા આપી  રહ્યા છે. 

Panchang

dd