ગાંધીધામ, તા. 20 : સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ
ભગવાનની જન્મજયંતી સિંધીયત દિવસ ચેટીચંડની ગાંધીધામ-આદિપુરમાં ઉમંગભેર ઉજવણી કરવામાં
આવી હતી. આ વેળાએ પૂજા, આરતી, શોભાયાત્રા સહિતના
ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. શોભાયાત્રા દરમ્યાન ગાંધીધામ-આદિપુરના માર્ગો
જય ઝૂલેલાલના નાદથી ગુંજી ઊઠયા હતા. - બહેરાણા સાહેબ મહાઆરતીનું આયોજન
: ગાંધીધામમાં સવારે ઝૂલેલાલ મંદિર ખાતે સવારે 8 વાગ્યે બહેરાણા સાહેબની જ્યોત પ્રગટાવવામાં આવી હતી. બાદમાં સવારે 9 વાગ્યે ઝૂલેલાલ ભગવાનની મહાઆરતી કરવામાં આવી હતી. બાદમાં સવારે 9.30 વાગ્યે છેજનું આયોજન કરાયું હતું. 11.30 વાગ્યે ઝૂલેલાલ મંદિર ખાતે
મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે
ઝૂલેલાલ મંદિર ખાતેથી શોભાયાત્રા નીકળી હતી. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય,
દીનદયાલ પોર્ટના ઉપાધ્યક્ષ નિલાભ્રદાસ
ગુપ્તા, એસ.આર.સી.ના ચેરમેન સેવક લખવાણી, ટિમ્બર એસોસીએશનના પ્રમુખ નવનીત ગજ્જર, શહેર ભાજપ પ્રમુખ
વિજય પરમાર, સુધરાઈના પૂર્વ પ્રમુખ તેજસ શેઠ, મોમાયાભા ગઢવી,
સિંધી સમાજના પ્રમુખ કુંદનકુમાર ગુવાલાણી, કુમાર
રામચંદાણી, ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ, ઉપપ્રમુખ દીપક પારખ, ગાંધીધામ વેપારી મંડળના પ્રમુખ રાજુ ચંદનાની, માનદમંત્રી
મહેશ તીર્થાણી, ગાંધીધામ વેપારી મંડળના પ્રમુખ રાજુ ચંદનાની વિગેરેના હસ્તે ઝૂલેલાલ મંદિરથી શોભાયાત્રાનો આરંભ કરાયો હતો. - મુખ્ય માર્ગો ઉપર શોભાયાત્રા
ફરી : ઝૂલેલાલ મંદિરથી શોભાયાત્રા શરૂ થઈ શિવાજી
પાર્ક, મહાત્મા
ગાંધી માર્ગ, અગ્રવાલ
સમાજ, મહાનગરપાલિકા કચેરીના રોડથી હાઈવે ઉપર થઈ સરદાર પ્રતિમા,
ચાવલાચોક, જવાહરચોક, ઝંડાચોક,
ભાઈપ્રતાપ સર્કલ સહિતના વિસ્તારમાં ડીજે ઢોલ, શરણાઈ વિવિધ સંદેશ રજૂ કરતી 19 જેટલી ઝાંખી સાથે ગાંધીધામના
માર્ગો ઉપર ફરી હતી. ચાવલાચોક ખાતે શોભાયાત્રા ઉપર પુષ્પવૃષ્ટિ કરાઈ હતી. શોભાયાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મહામત્રી
ધવલ આચાર્ય, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર
વિગેરેએ ઉપસ્થિત રહીને શોભાયાત્રાનું
સ્વાગત કર્યું હતું. શોભાયાત્રા મંદિર ખાતે
પૂરી થયા બાદ સંગીતસંધ્યાના કાર્યક્રમનું આયોજન
કરાયું હતું. શોભાયાત્રાનું ગાંધીધામના મુખ્ય માર્ગો ઉપર ઠેર-ઠેર સ્વાગત કરાયું હતું. ઝાંખીઓની સ્પર્ધાના નિર્ણાયક તરીકે રિયા બજાજ,
ડો. પ્રીતિ તન્ના, નસકા જેસવાની, ખુશી સુગવાની, કપિલ માનવાનીએ સેવા આપી હતી. સતગુરુ સેવા
ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણની સેવા કરવામાં આવી
હતી. આ વેળાએ ડો. સુરેશ નાયક, રાજુ ઈસરાણી, હરેશ મૂલચંદાણી, જગદીશ દાફડા, લાલ કેસવાની, લક્ષ્મણ નાયરાણસિંઘાની, બંટી લખવાની, મહેશ મદનાની વિગેરે સહયોગી બન્યા હતા.
કોંગ્રેસના હકુભા જાડેજા, ચેતન જોષી, નીલેશ
ભાનુશાળી વિગેરેએ ઉપસ્થિત રહીને સૌને ચેટીચંડની શુભેચ્છા આપી હતી. - આદિપુરમાં ઉજવણી : ચેટીચંડના પાવન અવસરે આદિપુર મધ્યે ચેટીચંડ
મેલા સમિતિ દ્વારા આયોજિત ભગવાન ઝૂલેલાલની ઝાંખીઓ તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં
આવ્યું હતું, જેમાં ગાંધીધામના ધારાસભ્ય
માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ, મહામંત્રી
ધવલભાઇ આચાર્ય, ગાંધીધામ શહેર પ્રમુખ વિજયભાઈ પરમાર, ગાંધીધામ તાલુકા પ્રમુખ દેવેન્દ્રાસિંહ જાડેજા, શહેર
મહામંત્રી મનોજભાઈ મૂલચંદાણી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેજસભાઈ
શેઠ, પૂર્વ નગરસેવકો તારાચંદભાઈ ચંદનાણી, કમલેશભાઈ પરયાણી, કમલભાઈ શર્મા, વિજયાસિંહ જાડેજા, મહેશભાઈ ગઢવી, મોહિત આહીર અને સંગઠનના હોદ્દેદારો મોમાયાભાઈ ગઢવી, કલ્પેશભાઈ
પટેલ, વૈભવીબેન ગોર, શામજીભાઈ આહીર,
હરેશભાઈ આહીરે હાજરી આપી અને સૌને ચેટીચંડની શુભકામનાઓ પાઠવી હતી. વિનોદભાઈ માણેક, ઠાકુરભાઈ
કેશવાણી, ગુલભાઈ ગુરનાણી, નારુભાઈ રાજાણી
તથા કાર્યકરો સહયોગી બન્યા હતા.