• શનિવાર, 21 માર્ચ, 2026

ગાંધીધામમાં દારૂની મહેફિલ માણનાર પાંચ આરોપી જબ્બે

ગાંધીધામ, તા. 20 : શહેરમાં દારૂની મહેફિલ  માણતા   પાંચ આરોપીની ધરપકડ  કરી વિધિવત રીતે ગુનો નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. બેન્કિંગ સર્કલ પાસે તેજસ એન્ટરપ્રાઈઝ  ઓફિસ નં. એફ.એફ.06માં દારૂની મહેફિલ ચાલતી હોવાની પૂર્વબાતમીના આધારે પોલીસ અહીં ત્રાટકી હતી. આ કાર્યવાહીમાં જરૂરી પરવાના મેળવ્યા વિના  કેફી પીણું પીધેલી હાલતમાં આરોપી રવિભાઈ અશોકભાઈ રેલવાણી, તેજસ અરજણભાઈ આહીર, નીરજકુમાર નરેશકુમાર લખિયાણી, વિવેક ધરમશીભાઈ મ્યાત્રા, શિવભદ્રસિંહ પ્રતાપસિંહ જાડેજાની દારૂની ખાલી બોટલ તેમજ  બિયર નંગ. 06 સાથે ધરપકડ થઈ હતી.  

Panchang

dd