• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

ભુજમાં લાખોના મુદ્દામાલની ચોરી : આરોપી હાથવેંતમાં ?

ભુજ, તા. 23 : શહેરના કેમ્પ વિસ્તારમાં રોકડ તથા ઘરેણા સહિત લાખોના મુદ્દામાલ ચોરી થતા ભોગ બનનારે શંકાસ્પદ આરોપીનાં નામ સાથે ધા નાખતાં પોલીસે તલસ્પર્શી તપાસ આદરી છે. આ અંગે સંબંધિત સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ઘરમાંથી રોકડ તથા ઘરેણા એમ અંદાજે લાખોના મુદ્દામાલની ચોરી થતાં ભોગ બનનારે ઘરે કામ કરતા બહેન અને તેના પતિ પર શંકા હોવા સાથે પોલીસમાં ધા નાખતાં પોલીસે પૂછતાછ સહિત ચોક્કસ દિશામાં તલસ્પર્શી તપાસ આદરી છે. જો કે, હાલ આ ચોરી અંગે આ લખાય છે ત્યારે રાત્રે 11 વાગ્યા સુધી કોઈ વિધિવત ફરિયાદ કે વિગતો જાહેર કરાઈ નથી.

Panchang

dd