ભુજ : રાજગોર ગં.સ્વ. કુંવરબાઈ ગૌરીશંકર કેશવાણી (ઉ.વ. 89) તે સ્વ. ગૌરીશંકર ભાણજી કેશવાણીના
પત્ની, સ્વ. ખીમજી (ગલુ) હીરજી મોતા (મસ્કા)ના પુત્રી,
સ્વ. શારદાબેન નાનજી મોતા (બાગ), હેમલતાબેન હસમુખ
મોતા (નાગલપુર), સ્વ. નર્મદા, પ્રભુલાલ,
વિમળાબેન શાંતિલાલ નાકર (બાગ), રમણીકભાઈ,
ભરતભાઈના માતા, પુષ્પાબેન, હેતલબેન, અલ્પાબેનના સાસુ, જયદીપ,
મિતેષ, સ્વ. પારસ, અવની,
અર્પિત, માહીના દાદી, રશ્મિબેનના
દાદીસાસુ, નીતિક્ષાના પરદાદી, સ્વ. મૂરજીભાઈ,
સ્વ. પ્રેમજીભાઈ. ગં.સ્વ. શાન્તાબેન કરશનજી બોડાના બહેન, સ્વ. ઈશ્વરલાલ ભાણજીના નાના ભાઈના પત્ની, રતનબેન,
મહેશભાઈ, હીરાવંતીબેન, સ્વ.
વિનોદભાઈ, ઉમેશભાઇના કાકી, સ્વ. કંકુબેન
શિવજી મોતા, સાવિત્રીબેન મંગલદાસ મોતાના ભાભી, ભાવના, સુરેશ, રામ, ઊર્મિલા, નીતા, મીતા, મંગળા, આરતી, અંકિતા, ભાવિશા, રામ, શ્યામ, આશા, જયશ્રી, રિતેશ, અક્ષયના નાની તા.12-9-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-9-2026ના સોમવારે સાંજે 4થી 5.30 રાજગોર સમાજવાડી, ડાંડા બજાર, ભુજ ખાતે.
ભુજ : અલ્પાબેન દવે (ઉ.વ. 49) તે ગં.સ્વ. દેવયાનીબેન નારાયણભાઈ દવેના પુત્રી, અંબરીશભાઈના નાના બહેન, વિધિના માતા, જામનગરના સ્વ. નવીનચંદ્ર, સ્વ. કિશોરચંદ્ર, સ્વ. દિનકર દવેના ભત્રીજી, સ્વ.
રેવાશંકર રૂગનાથજી જોશી (કોઠારા)ના દોહિત્રી તા.
12-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 14-9-2026ના સોમવારે સાંજે 5થી 6 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી,
રાવલવાડી રિલોકેશન સાઇટ પાસે, ભુજ ખાતે.
ભુજ : મૂળ માંડવીના સ્નેહલતા (સેનુ) કિરણ શાહ (ઉ.વ. 73) તે સ્વ. કલાવતી રમણીકલાલ શાહના
પુત્રવધૂ, કિરણ રમણિકલાલ શાહના પત્ની, અપૂર્વ અને અંશુના માતા, જ્યોત્સનાબેન (કલા સ્ટોર)ના
ભાભી, મીનલ અને ધવલના સાસુ, તારાબેન વછરાજ
શાહ (માંડવી)ના પુત્રી, રમેશભાઈ (મુંબઈ), હર્ષદભાઈ, રમેન્દ્ર (મમો)ના બહેન, જયશ્રીબેન, ભાનુબેન, છાયાબેનના
નણંદ, સિયાના દાદી, કબીરના નાની,
સુનીલભાઈ સંઘવી (અંજાર), રાજેનભાઈ સંઘવી (દહિસર)ના
વેવાણ તા. 13-9-2026ના
અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 14-9-2026ના બપોરે 1.30 વાગ્યે સી/204, સરસ્વતી એપાર્ટમેન્ટ, સરસ્વતી કોમ્પ્લેક્સ, સુધીન્દ્રનગર, દહીસર (પૂર્વ) ખાતેથી દૌલતનગર સ્મશાન ભૂમિ
બોરીવલી (પૂર્વ) પ્રયાણ કરશે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર રાખેલ નથી. 12 નવકાર ગણવા. સંપર્ક : અપૂર્વ
શાહ-98241 58600, ધવલ સંઘવી-98339 99105
ભુજ : કરશન દેવજી સોલંકી (ઉ.વ. 37) તે દેવજી વાલજી સોલંકી અને
વાલુબેનના પુત્ર, રામજી દેવજી
સોલંકી, ભાણજી દેવજી સોલંકી, વિનોદ દેવજી
સોલંકી, શંભુ મોહન સોલંકી, અમૃતબેન વિશ્રામભાઇ
પરમાર, ગોમતીબેન રવિભાઇ વાઘેલા, ધનીબેન
શિવજી વાઘેલા, શીતલના ભાઇ, ડાઇબેનના પતિ,
જિગર, દીપક, રમેશ,
ઉમાના પિતા, આનંદ, સામજી,
દિશાના કાકા, નર્મદાબેન રામજી, જિયાબેન ભાણજીના જેઠ તા. 13-9-2026ના અવસાન પામ્યા છે. પાણીવાર તા. 15-9-2026ના મંગળવારે સવારે 11થી 4 નિવાસસ્થાન રામનગરી, તૂટેલી દીવાલ, રેલવે સ્ટેશન, ભુજ
ખાતે.
ભુજ : સમા ભચીબાઇ (ઉ.વ. 75) તે મ. ઇસ્માઇલ અલીમામદના પત્ની, સમા રમજુ, અબુબકર,
મ. કાદરના માતા તા. 13-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-9-2026ના મંગળવારે સવારે 10થી 11 કુંભાર જમાતખાના, ભીડ નાકા બહાર, દાદુપીર રોડ, ભુજ
ખાતે.
ગાંધીધામ : મૂળ ધિણોજ-પાટણના હાલે આદિપુર નીરવ દશરથભાઈ પ્રજાપતિ
(ઉ.વ. 40) તે સ્વ. મોહનલાલ, ડાહ્યાલાલના પૌત્ર, દશરથભાઈ
તથા સ્વ. તારાબેનના પુત્ર, ભારતીબેનના પતિ, જીયાનના પિતા, કાવ્યા, મીતના મામા,
કિરણબેન, પ્રહલાદભાઈ, નીલેશ,
જિજ્ઞેશ, રોહિત, અંકિતના
ભાઈ, ભગવતીબેનના ભત્રીજા, અશોક વિશનદાસ
ખેસકવાણીના જમાઈ, લલિત, દીપક ખેસકવાણીના
બનેવી તા. 13-9-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા/ બેસણું તા. 15-9-2026ના મંગળવારે સાંજે 5થી 6 અંબેમા મંદિર
હોલ, સેક્ટર 4, ગાંધીધામ ખાતે.
આદિપુર : મૂળ તેરાના નરેન્દ્રભાઇ પરમાર (ઉ.વ. 65) તે સ્વ. મણિબેનના પતિ, સ્વ. ગોપાલજી વિશનજી પરમાર (કાકુભાઇ) અને સ્વ.
સુંદરબેનના પુત્ર, પ્રવીણભાઇ, સ્વ. વિજેન્દ્રભાઇ,
સ્વ. બેનાબેન, નિતાબેન, અરૂણાબેનના
ભાઇ, દીપેશ, મિતેષ, નેહલના પિતા, નેહાબેન, હિતતાબેન,
દીપકકુમાર પઢારિયાના સસરા, જિતેન્દ્ર, દર્શન, રેખાબેનના કાકા, કેવલ,
જાનવીના મોટાબાપા તા. 11-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-9-2026ના સાંજે 4થી 5 જલારામ મંદિર હોલ, મેઘપર બોરીચી ખાતે.
અંજાર : સમેજા દાઉદ (ઉ.વ. 65) તે આમદ ઇશાના પુત્ર, મ. સમેજા કાસમ આમદના નાના ભાઇ, દિનમોહમ્મદ કાસમ રાયમાના
સસરા, તોફીક, લાલમામદ સમેજાના પિતા,
મ. ઇકબાલ કાસમ, મ. ઇમરાન કાસમના કાકા, મ. ફકીરમામદના જમાઇ, રાયદ્દીન મીરમામદ સમેજાના ભાણેજ,
મ. સમેજા અલીમામદ, સમેજા ઉસ્માન, સમેજા હુશેનના બનેવી તા. 12-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-9-2026ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાન દેવળિયા નાકા,
બાયડ ફળિયા, અંજાર ખાતે.
માંડવી : મૂળ અંજારના કચ્છી ભાટિયા ગં.સ્વ. રંજનબેન શાંતિલાલ
મોનાણી (ઉ.વ. 84) તે સ્વ. શાંતિલાલ હેમરાજ મોનાણીના
પત્ની, સ્વ. કસ્તૂરબેન હેમરાજ ડુંગરાસિંહ મોનાણી (અંજાર)ના
પુત્રવધૂ, સ્વ. મોતીબાઈ વાલજી ખીમજી પલેજા (મુંદરા)ના પુત્રી,
સ્વ.ધીરજાસિંહ, ભગતભાઈ, ગં.સ્વ.
દમયંતીબેન વિજયાસિંહ અડાણી, સ્વ. પ્રતાપભાઈ, સ્વ. અશ્વિનભાઈ, સ્વ. કંચનબેન હિંમતાસિંહ રામૈયાના બહેન,
હિતેષ મોનાણી, લીનાબેન નરેશભાઈ સંપટ (અંજાર),
હરેશ, મનીષ, કમલબેન મનીષભાઈ
કુડિયા (ઉદેશી), કેતનના માતા, ખીલનાબેન,
દીપાલીબેન, નરેશ ઠાકરશીભાઈ સંપટ (અંજાર),
મનીષ સુરેશભાઈ કુડિયા (ઉદેશી)ના સાસુ, રાજેશ,
કમલેશ, અશ્વિન, કૈલેશ,
વિશાલ, સ્વ. આનંદના કાકી, કલ્પેશ (કિશન), ચાર્મીના દાદી, પુનિત, પલ્લવ, હેમના નાની,
સ્વ. દેવના પરનાની તા. 12-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-9-2026ના સાંજે 4.30થી 5.30 ભાટિયા મહાજનવાડીના પ્રાર્થના
હોલ, માંડવી ખાતે.
પદ્ધર (તા. ભુજ) : કુંભાર (હાજી) રમજુ હુશેન (ઉ.વ. 71) તે મ. અયુબ, દાઉદ, ઇસ્માઇલ,
મરિયમબેન, આયશાબેનના ભાઇ, મામદ, સલીમ, હાજી, શકીનાબેનના પિતા તા. 13-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-9-2026ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાન પદ્ધર ખાતે.
રતનાલ (તા. અંજાર) : સમીબેન મેઘજીભાઈ છાંગા (સામરાણી) (ઉ.વ.
66) તે સ્વ. ગોપાલભાઈ દાનાભાઈ સામરાણીના
પુત્રવધૂ, સ્વ. રૂપાભાઈ ભચુભાઈ પૂજાણી માતાના પુત્રી,
સ્વ. રામજીભાઈ દાનાભાઈ સામરાણીના ભત્રીજાવહુ, સ્વ.
રૂપાભાઈ ગોપાલભાઈ સામરાણી, રૂપાભાઈ રામજીભાઈ છાંગાના નાના ભાઈના
પત્ની, સ્વ. મેઘજીભાઈ ગોપાલભાઈ છાંગા (મેઘા ભગત)ના પત્ની,
રણછોડભાઈ મેઘજીભાઈ છાંગા, વ્રજલાલભાઈ મેઘજીભાઈ
છાંગા (શ્રી શ્યામ બેટરી-અંજાર), ચંદ્રિકાબેન કાનજીભાઈ વરચંદ
(પટેલ)ના માતા, ત્રિકમભાઈ ગોપાલભાઈ છાંગા, વાલજીભાઈ રામજીભાઈ છાંગાના મોટા ભાઇના પત્ની, રણછોડભાઈ
રૂપાભાઈ છાંગા, જગદીશભાઈ ત્રિકમભાઈ છાંગા (જે. ટી. આહીર),
સ્વ. નંદલાલભાઈ ત્રિકમભાઈ છાંગા, દશરથભાઈ ત્રિકમભાઈ
છાંગાના કાકી, સ્મૃતિ, હિમેન, વૈદ, યુગ, શ્વેત, કૃષિના દાદી, અદિતિ, આકૃતિના નાની
તા. 13-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન રાધાકૃષ્ણ નગર, રતનાલ ખાતે.
ગુંદિયાળી (તા. માંડવી) : હાલે ડોમ્બીવલી હરેશભાઈ કાકુભાઈ વ્યાસ
(ઉ.વ. 68) તે સ્વ. કસ્તૂરબાઈ કાકુભાઈ
ગોપાલજી વ્યાસના પુત્ર, તારાબેનના પતિ, કિરણ, વિનય, મોનાલી (સોના)ના પિતા,
મૈત્રી, સ્નેહા, રોહિત કાન્તિલાલ
જોષીના સસરા, રાશિ, વંશ, વિધિ, શ્લોકના દાદા., ઝેનિલ,
ધ્રુવિના નાના, સ્વ. રવિલાલ, રમેશભાઈ, કરસનભાઈ, ભાઈલાલ,
હીરાલાલ, સ્વ. જયાબેન પ્રાણજીવનભાઈ અજાણી,
ગં.સ્વ. રમીલાબેન રાજેશ માકાણી, પુષ્પાબેન કીર્તિભાઈ
મોતાના ભાઈ, ગં.સ્વ. મંજુલાબેન રવિલાલ, સરોજબેન રમેશભાઈના દિયર, રુક્મણીબેન કરશનજી, રમીલાબેન ભાઈલાલ, ભાવનાબેન હીરાલાલના જેઠ, સ્વ. ગોદાવરીબેન કાનજી પ્રેમજી
રાજગોર (મોતા) (રતાડિયા ગણેશવાલા)ના જમાઈ, વિમળાબેન અશોકભાઈ રાજગોર
(ગ્રાન્ટ રોડ-પત્રી), ભારતી વિજય કેશવાણી (મુલુંડ-બિદડા),
વર્ષા હેમંત પેથાણી (ડોમ્બીવલી-રતાડિયા ગણેશ)ના બનેવી તા. 11-9-2026ના મુંબઈ ખાતે અવસાન પામ્યા છે બંને પક્ષની સાદડી તા. 15-9-2026ના મંગળવારે બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, શેખાઈ બાગ, ગુંદિયાળી ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : છગનભાઈ ધનજીભાઈ રંગાણી (ઉ.વ. 71) તે સ્વ. જસુબેન ધનજીભાઈ રામજીભાઈ
રંગાણીના પુત્ર,
સામજીભાઈ, વિશ્રામભાઈ, ગાવિંદભાઈના નાના ભાઈના પુત્ર,
રતનશીભાઈના ભત્રીજા, વેલજીભાઈ, અરજણભાઈના ભાઈ, કમળાબેનના દિયર, કસ્તૂરબેનના જેઠ, સુરેન્દ્ર, અમરના
કાકા, નરાસિંહ, વિક્રમ, હરેશના મોટાબાપા, ભાવનાબેન, અસ્મિબેનના
કાકા સસરા, અસ્મિતાબેન, જાગૃતિબેન,
અનિતાબેનના મોટા સસરા, શ્રુતિ, વિશ્વા, આવ્યાન, સત્વ, યાજ્ઞિક, અથર્વ, પરમ, ઓમકાર, અનંતના દાદા તા. 13-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 16-9-2026ના બુધવારે સવારે 9થી 11.30 લક્ષ્મીનારાયણ સત્સંગ હોલ,
શેરી નંબર 5, ઉમિયા નગર, ગઢશીશા ખાતે.
મોટા ભાડિયા (તા. માંડવી)
: વાલબાઈ પબુભાઈ ગઢવી (મૌવર) (ઉ.વ. 44) તે પબુભાઇ રમાભાઈ મંગાભાઈ મૌવરના પત્ની, ગોપાલ, કાનજી, કરસનના માતા,
વરજાંગ રમાભાઈ, પાલુ રમાભાઈ, રાણશી રમાભાઈ (સોનલ જનરલ સ્ટોર)ના ભાભી, સ્વ. દેવદાસ
માણેક બાનાયતના પુત્રી, સ્વ. હરજી દેવદાસ, સ્વ. આલા દેવદાસ, અરજણ દેવદાસ, મેઘરાજ દેવદાસ, માણશી દેવદાસના બહેન, સ્વ. દેવરાજ માણેક બાનાયત,
સ્વ. સામત માણેક બાનાયતના ભત્રીજી, રણમલ
મંગાભાઈ મૌવર, સ્વ. અરજણ મંગાભાઈ મૌવર, માણેક મંગાભાઈ મૌવર, ખેરાજ મંગાભાઈ મૌવરના પુત્રવધૂ,
દાદા રતન બારોટ, સ્વ. ડોસા રતન બારોટ ,
સ્વ. રામ રતન બારોટ (બોરાણા)ના ભાણેજી તા. 13-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન નાની ખાખર-મોટા ભાડિયા રોડ આવેલી ફૂલવાડી ખાતે. ઉત્તરક્રિયા (પાણી) તા.
23-9-2026ના બુધવારે.
મોટી રાયણ (તા. માંડવી) : તુર્ક જેનબ ફકીરમામદ (ઉ.વ. 11) તે તુર્ક ફકીરમામદ અલીમામદના
પુત્રી, અલીમામદ સાલેમામદના પૌત્રી, તુર્ક ફૈઝ ફકીરમામદના બહેન તા. 13-9-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 15-9-2026ના સવારે 10થી 11 હસનેન મસ્જિદ, ભગતવાડી, મોટી રાયણ ખાતે.
રામાણિયા (તા. મુંદરા) : અનસૂયાબા જાડેજા (ઉ.વ 65) તે રણજિતાસિંહ પ્રાગજીના પત્ની, યુવરાજાસિંહ, હર્ષાબા,
પૂનમબાના માતા, વિક્રમાસિંહ, જસુભા, હિંમતાસિંહ, હાકમબાના ભાભી,
રઘુવીરાસિંહ, ધર્મેન્દ્રાસિંહ, દીપકાસિંહ, રામદેવાસિંહ, દિવ્યરાજાસિંહ,
રેખાબા, આરતીબા, ભૂમિકાબાના
મોટા ભાભુ, મયૂરાસિંહ, નિલરાજાસિંહ,
હર્ષદીપાસિંહ, હિતરાજાસિંહ, શૌર્યરાજાસિંહના દાદી 12-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 12-9-2026થી 18-9-2026 સુધી ક્ષત્રિય સમાજવાડી (અતિથિ
ગૃહ), રામાણિયા ખાતે. ઉત્તરક્રિયા તા. 22-9-2026ના નિવાસસ્થાને.
રવાપર (તા. નખત્રાણા) : જાદવ દેવજીભાઇ (ઉ.વ. 60) તે રમીલાબેનના પતિ, સ્વ. કુંવરબેન અને સ્વ. રામજીભાઇ પેથાભાઇના
પુત્ર, જેઠાભાઇ, રતિલાલ (માનકૂવા),
શાંતાબેન અમૃતલાલ વાઘેલા (ઉગેડી), વસંતીબેન બાબુલાલ
ચાવડા (નખત્રાણા)ના ભાઇ, રસલિયાના શિવજી જેઠા સોલંકી,
નાનજીભાઇના બનેવી, પ્રવીણભાઇ, જિતેન્દ્ર, રેખાબેન જિગરભાઇ લોંચા (દેવપર હાલે મુંદરા)ના
પિતા, આર્યનના દાદા, સુરેશ, અનિલ, રાજેશ, પ્રવીણના કાકા,
ખીમજીભાઇ, સ્વ. મેઘજીભાઇ, નથુભાઇ, સ્વ. મૂરજીભાઇ, મનુભાઇ
ભીમજી ભોપા (માનકૂવા), સ્વ. પ્રભુલાલ (દયાપર), પરષોત્તમ (ઉગેડી)ના પિતરાઇ ભાઇ, હીરા ભીમા વાઘેલા (વિગોડી)ના
ભાણેજ તા. 12-9-2026ના
અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 16-9-2026ના રાત્રે સત્સંગ, તા. 17-9-2026ના
સવારે 10.30 વાગ્યે ઘડાઢોળ, બેસણું નિવાસસ્થાને.
નિરોણા (તા. નખત્રાણા) : નજાર માનબાઇ (ઉ.વ. 85) તે સ્વ. જુમા રામાના પત્ની, કલ્યાણ, રવજી,
નારાણ, રતનબાઇ હાજા (સરલી), જીતુભાઇ, મગીબાઇ ગોવિંદ (દેવસર), લખીબેન રમેશ (વિરાણી), શાન્તાબેન ભરત (જડોદર),
પ્રીતિબેન ગોપાલ (નાના નખત્રાણા), પૂજાબેન નીલેશ
(ભારાસર)ના માતા, રમેશ, કાનજી, નવીન, રાજેશ, વિક્રમ, વનિતા, શિવમ, પ્રિયા, અસ્મિતા, સજના, દિવ્યા,
ઉષા, રોશની, જયા,
ગીતા, આરવના દાદી, નારાણ
પૂંજા જેપાર (સાંગનારા)ના પુત્રી તા. 12-9-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 14-9-2026ના સોમવારે રાત્રે આગરી અને
તા. 15-9-2026ના મંગળવારે સવારે ઘડાઢોળ
(પાણી) નિવાસસ્થાન નિજારવાસ, નિરોણા
ખાતે.
સુથરી (તા. અબડાસા) : સુમરા અમાબાઈ (ઉ.વ. 70) તે મ. સિધિક લધાના પત્ની, હાસમના માતા, મ. સુલેમાન,
મ. ઈસ્માઈલ, મ. જુસબ, કાસમના
ભાભી, સતાર (ડુમરા), મજીદ (સુથરી)ના સાસુ
તા. 13-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-9-2026ના મંગળવારે સવારે10થી 11 તુરિયા મસ્જિદ, સુથરી ખાતે.
મોથાળા (તા. અબડાસા) : ગેરેપોત્રા શેરબાનુ (ઉ.વ. 65) તે મૌલાના ગુલમામદના પત્ની, જાવેદના માતા, મૌલાના
અદ્રેમાન (કોઠારા)ના પુત્રી, મૌલાના નૂરમોહંમદ (વીડી-અંજાર),
સમેજા ઇકબાલ કાસમ (મોથાળા), જુણેજા ઇમરાન હારુન
(બેરાજા)ના સાસુ, મૌલાના ભટ્ટી કાસમ અદ્રેમાન (ભુજ)ના બહેન તા.
12-9-2026ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 15-9-2026ના મંગળવારે સવારે 10 વાગ્યે જૂના મદરેસા કમ્પાઉન્ડ, મોથાળા ખાતે.
મુંબઈ : મૂળ ભુજના વડનગરા નાગર અશ્વિન ભાઈલાલ અંજારિયા (ઉ.વ.
90) તે સ્વ. ઈચ્છાબેન ભાઈલાલ અંજારિયાના
પુત્ર, અજિતાબેનના પતિ, ધૈવત
અને ક્ષિતિના પિતા, શૈલી, અંકુરના સસરા,
સ્વ. નિર્મળાબેન સુરેન્દ્રરાય મહેતાના જમાઈ, સ્વ.
કૃષ્ણકુમાર, સ્વ. વિનોદબાલાબેન, સ્વ. અજિતભાઈ,
સ્વ. ઉમેશભાઈ, ભુવનેશ્વરીબેનના ભાઈ તા. 13-9-2026ના અવસાન પામ્યા છે.