• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

જઠરાગ્નિ ઠારવા ઝીણા માલની મથામણ

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 13 : કચ્છમાં વરસાદ ખેંચાતા સીમાડામાં ઘાસચારો ખૂટી પડયો છે અને પાણીની તીવ્ર તંગી વર્તાય છે ત્યારે હવે ઘેટાં-બકરા સહિતનો ઝીણો માલ હવે જઠરાગ્નિ ઠારવા માટે કાંટાળા વૃક્ષોમાં મથામણ કરી રહ્યો છે. દેશલપર  (ગુંતલી)ના માલધારી જુસબભાઈ સોઢાએ જણાવ્યું હતું કેતેમની પાસે મોટી સંખ્યામાં ઘેટાં-બકરા છે પરંતુ વરસાદ ન પડતાં સીમમાં ઘાસનું તણખલું પણ નથી અને પાણી પણ ન હોવાથી પશુધનને બચાવવા માટે રઝળપાટ કરવી પડે છે. જો હજુ વરસાદ ખેંચાશે તો પશુઓને બચાવવા માટે હિજરત કરવી પડશે. સરકાર ઝીણા પશુઓ માટે પણ ઘાસચારાની વ્યવસ્થા કરે તેવી તેમણે આશા વ્યકત કરી હતી. ઝાલુના ઉપસરપંચ મીસરી જતે કચ્છમિત્ર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ઝાલુ, ડાડોર વિસ્તારમાં પશુઓ માટે ઘાસચારો ન હોઈ ઉપલબ્ધ કરવા માંગ કરી હતી. લુડબાય સરપંચ જબ્બાર જતે પ્રાંત અધિકારી નખત્રાણાને આવેદન આપી જણાવ્યું હતું કે, લુડબાય, વજીરાવાંઢ, ઢોરો, ઉઠંગડી, ભંભારવાંઢ સહિત 6 ગામના હજારથી વધુ  પશુઓ માટે  ઘાસચારાની  વ્યવસ્થા નહીં કરાય તો માલધારીઓને પશુ સાથે હિજરત કરવી પડશે. હમજા જતે કહ્યું હતું કે, બન્નીના તલ, લૈયારી, છારી, ફુલાય, મોતીચુર, પૈયા વિસ્તારની પાચ હજાર ગાય-ભેંસ ઘાસ માટે રઝળપાટ કરે છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd