• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

ઇ-20 પાછું ખેંચો; વૈજ્ઞાનિકોની માંગ

નવી દિલ્હી, તા. 13 : દેશભરમાં વિરોધ અને જામેલી ચર્ચા વચ્ચે દેશના વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો્ અને કાર્યકરોએ કેન્દ્રની મોદી સરકારને પત્ર લખીને ઇ-20 પેટ્રોલ પાછું ખેંચવાની માંગ કરી હતી. સાથોસાથ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (એનટીએ)ને ખતમ કરવાની તેમજ કાળા જાદુ વિરોધી કાયદો પણ બનાવવાની માંગ અગ્રણી વૈજ્ઞાનિકોએ કરી છે. પત્ર લખતાં વૈજ્ઞાનિકોએ નોંધ્યું હતું કે, સરકારની નીતિઓ વૈજ્ઞાનિક પુરાવાઓ પર આધારિત હોવી જોઇએ. એક સંયુક્ત અપીલ જારી કરતાં વૈજ્ઞાનિકોએ આવા પુરાવા-આધારોની અવગણના સરકારી નીતિઓમાં કરાઇ હોવાનો આરોપ મૂકયો હતો. સમાંતરે શિક્ષણ અને સંશોધનમાં ઘટતાં જતાં સરકારી રોકાણ પર પણ વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી હતી. મુંબઇના પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા પ્રો. એમ.એસ. રઘુનાથન, એસએસબી પુરસ્કાર વિજેતા પ્રો. એસ.જી. દાની મુંબઇ યુનિવર્સિટીના પ્રો. બી.એમ. અરોરા સહિત મોટી સંખ્યામાં વૈજ્ઞાનિકોએ પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. મુંબઇમાં `ઈન્ડિયા માર્ચ ફોર સાયન્સ' દરમ્યાન વૈજ્ઞાનિકોએ કરેલી ઇ-20 પાછું ખેંચવા સહિત માંગોને શિક્ષણવિદ્નું પણ સમર્થન મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ આમ આદમી પાર્ટી, શિવસેના સહિત વિપક્ષોએ પણ સરકારની ઇ-20 ઇંધણની નીતિનો વિરોધ કર્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd