• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

અવસાન નોંધ

ભુજ : લક્ષ્મીદાસ પ્રભુલાલ જેઠી (ઉ.વ. 87) (રિ. બેંક ઓફ ઇન્ડિયા) તે સ્વ. સંતોકબેન પ્રભુલાલના પુત્ર, સ્વ. વસંતબેનના પતિ, નવીનભાઈ (પાણી પુરવઠા), હરીશભાઈ, જનકભાઈ, મોહિનીબેનના પિતા, સ્વ. લતાબેન (સિવિલ કોર્ટ), પ્રજ્ઞાબેન, પન્નાબેન તથા ધર્મેન્દ્રભાઈના સસરા, હેતલ તપનભાઈ મહેતા (યુએસએ), ધીરેન, સૌમ્ય, ઘનશ્યામ, કૌશલેન્દ્રના દાદા, કલ્પા દિવ્યેશકુમાર પટેલ, સ્વાતિ સાગરકુમાર ઠક્કરના નાના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-9-2026ના શુક્રવારે સાંજે 5.30થી 6.30 સ્વામિનારાયણ ભુવનજાદવજીનગર, તાલુકા પંચાયત સામે, ભુજ ખાતે.

ભુજ : શરદભાઈ શાહ (ઉ.વ. 80) તે સ્વ. માણેકબેન સાકરચંદ માધવજી નગરિયાના પુત્ર, અરુણાબેનના પતિ, નિખિલ, ગ્રીષ્મા, સેજલના પિતા, સ્વ. ઝવેરબેન, સ્વ. મણિબેન, સ્વ. ગુલાબચંદભાઈ (ચાચા), શાંતિભાઈ સ્વ. ભોગીભાઈ સ્વ. પ્રભાબેન, સ્વ. જયંતીભાઈ, સ્વ. હસમુખભાઈ, સ્વ. નિર્મલાબેન તથા પ્રકાશભાઈ (એડવોકેટ)ના ભાઈ, ભાવિન શેઠ, વૈભવ શાહ તથા કિન્નરીના સસરા, આરના, હીર, જયના, તાંશીના નાના, હેનિલ, જેનિલના દાદા, સ્વ. કેશવલાલ માણેકચંદ ગાંધી (માનકૂવા) (અભય કલર લેબ) તથા દીવાળીબેન ગાંગજી શાહ (મોટી ખાખર)ના જમાઈ તા. 10-9-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : નિખિલ શાહ-88501 29295, ભાવિન શેઠ-98795 26941, વૈભવ શાહ-98256 12258

ભુજ : મૂળ ખાવડાના કાંતિલાલભાઇ પારૂમલભાઇ ચંદે (ઉ.વ. 72) તે સ્વ. હાંસબાઇ પારૂમલ લધારામના પુત્ર, હસ્તાબેનના પતિ, ભરત, દર્શન (રાજા), મિત્તલબેનના પિતા તા. 9-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-9-2026ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 શેઠ નાનજી સુંદરજી સેજપાલ (ભીવંડીવાલા) રૂખાણા હોલ, લોહાણા મહાજનવાડી, વી. ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : જયેશ નરેન્દ્રભાઇ ઠક્કર (નિવૃત્ત બી.એસ.એન.એલ.) (ઉ.વ. 66) તે ગં.સ્વ. પુષ્પાબેન નરેન્દ્રભાઇ ગણાત્રાના પુત્ર, વર્ષાબેનના પતિ, સ્વ. કસ્તૂરબેન જયરામભાઇ ધનજી જોબનપુત્રા (ગાંધીધામ)ના જમાઇ, નિધિ (દુબઇ)ના પિતા, સ્વ. લક્ષ્મીબેન લાલજી રૂપારેલ (ચપરેડી)ના દોહિત્ર, પરેશ (એસ.બી.આઇ.), કલ્પના સુરેશભાઇ ઠક્કર (માંડવી), હિનાબેન (એડવોકેટ), સ્વ. મનીષાના ભાઇ, દિનેશ જોબનપુત્રા (એડવોકેટ-ગાંધીધામ), ચારૂબેન (જામનગર), સ્વ. કોકિલાબેન, સ્વ. જયંતના બનેવી તા. 10-9-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 11-9-2026ના સવારે 11.30 વાગ્યે નિવાસસ્થાન 13/બી, યોગેશ્વર કૃપા, નવી નિર્મલસિંહની વાડી, ભાનુશાલી નગરથી લોહાણા સ્મશાનગૃહે જશે.

ભુજ : મૂળ સણવાના ચંચળબેન (ઉ.વ. 76) તે સ્વ. લહેરચંદભાઇ ત્રેવાડિયા (શાહ બ્રધર્સ)ના પત્ની, શેઠ હીરાચંદ માવજી ખાખરેચીના પુત્રી, સ્વ. મોહનલાલ, સ્વ. શિવલાલ, નવીનચંદ્ર, સ્વ. વાડીલાલ, સ્વ. રજનીકાંત, કાનુબેન, લક્ષ્મીબેન, શાંતાબેન, લતાબેનના ભાભી, મીતા, સ્વ. હિતેન, મયૂર, રોશનીના માતા, કિરચંદ કુબડિયા, વીણાબેન, મુકેશ ગઢેચાના સાસુ, પ્રિયાના દાદીસાસુ, મિત્તલના દાદી, વિહાનના પરદાદી, વૈભવ, સાગર, ઇશ્વા, દર્શી, આર્યાના નાની તા. 9-9-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર કે પ્રાર્થનાસભા રાખેલ નથી.)

ભુજ : મૂળ વાંકુના મહેશભારથી છગનભારથી ગોસ્વામી (ઉ.વ. 46) તે ગં.સ્વ. નર્મદાબેન છગનભારથીના પુત્ર, ટીનાબેનના પતિ, નંદની, યશના પિતા, રાજભારથી વિનોદભારથી (નખત્રાણા)ના સસરા, દયાલભારથી કેશવભારથીના ભત્રીજા, વસંતભારથી, કલ્પનાબેન, જયેશભારથી હરસુખભારથીના ભાઇ, ઇન્દિરાબેન વિશ્રામગર (નાગોર)ના જમાઇ, જયશ્રીબેન પ્રવીણગર, નીકિતા પારસગર, ભાવેશગર, રશ્મિબેન મયૂરગર (નાના ભાડિયા), મીનાબેનના બનેવી, સ્વ. રામબાઇ કરશનગર (સુખપર-રોહા)ના દોહિત્ર, ગં.સ્વ. ભચીબેન પ્રેમગર, ગં.સ્વ. તુલસાબેન ખીમગર, સ્વ. લીલાવંતીબેન, શાંતાબેન, સ્વ. ઝવેરબેન, ગં.સ્વ. નાનુબેન, સ્વ. જમનાબેનના ભાણેજ, દીપકભારથી, વિજયભારથી, મનીષભારથી, વિપુલભારથી, જયભારથી, ફેનીબેન ભાવિકગરના કાકા, ભૂમિકાબેનના કાકાસસરા, મલ્હાર, જ્યાંશીના દાદા, જીશા અને નીવમના નાના તા. 10-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-9-2026ના શનિવારે સાંજે 4થી 5 ગોસ્વામી સમાજવાડી, હમીરસર તળાવ સામે, ભુજ ખાતે. ભંડારો તા. 22-9-2026ના મંગળવારે, એ જ રાત્રે શક્તિપૂજન.

ભુજ : મૂળ ચકારના પ્રેમિલાબેન ધવડ (ઉ.વ. 30) તે પ્રભુભાઇ રામજીભાઇના પત્ની, સાહિલના માતા, રામજી ભીમજી, નારણ ભીમજી, જીવીબેન રામજી, કુંવરબેન નારણના પુત્રવધૂ, ખોડિદાસ નારણ, દેવજી નારણ, ખીમજી નારણના નાના ભાઇના પત્ની, મહેન્દ્ર નારણ, વનિતાબેન, મહેશ, હીરુબેનના ભાભી, દેવીબેન ખોડિદાસ, દેવીબેન દેવજી, કોમલબેન ખીમજીના દેરાણી, ફાલ્ગુની મહેન્દ્રના જેઠાણી, મેહુલ, પ્રકાશ, શામજી, હર્ષિતા, નિકુલ, ભાવિક, યશ, જીનલના કાકી, આયુષી, વીરના મામી, રાજુબેન વાલજીભાઇ મેઘજીભાઇ સેતણિયા (ગંગોણ)ના પુત્રી, અરવિંદ વાલજી, ચંપાબેન વિનોદના બહેન, ગીતાબેન અરવિંદના નણંદ, મનીષ, અક્ષરાના ફઇ તા. 9-9-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 12-9-2026ના શનિવારે આગરી, તા. 13-9-2026ના રવિવારે પાણી નિવાસસ્થાન રામનગરી, ચારણવાસ, ભુજ ખાતે.

ભુજ : મૂળ થરાવડાના ખલીફા દાઉદ ડાડા (ઉ.વ. 78) (નિવૃત્ત સંગીત શિક્ષક-ભુજ) તે મ. ખલીફા ડાડા ઇબ્રાહિમ (થરાવડા)ના પુત્ર, મ. આમદ, યાકુબ, લતીફ, રહેમતુલ્લા, મહમદહનીફ, સારાબેન અબ્દુલ (ભુવડ), સરીફાબેન જુસબ (વાંકી), જેતુબેન ઉમર (રામપર વેકરા)ના મોટા ભાઇ, મહમદ શરીફ, મહમદ આરીફ, ઝરીના ઇસ્માઇલ (ગોધરા), શહેનાઝ આરીફ (અંજાર)ના પિતા, ઉસ્માન ગની આમદ, ઇલિયાસ યાકુબ, ફારૂક મહમદહનીફ, ઇમરાન રહેમતુલ્લા, અલ્તાફ લતીફના મોટાબાપા, હાસમ અબ્દુલા (એસ.ટી. ડ્રાઇવર-ભુજ), ઇલિયાસ જુસબ, ઇમરાન ઉમરના મામા, સુલેમાન રમજુ (લોડાઇ)ના જમાઇ, મામદ અબ્દુલા (લોડાઇ)ના ભાણેજ તા. 10-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-9-2026ના શનિવારે સવારે 10થી 11 ચાકી જમાતખાના, મહેંદી કોલોની, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ મુંદરાના કિરણાબેન મહેતા (ઉ.વ. 90) તે સ્વ. કનકલાલ મોતીચંદ મહેતાના પત્ની, સ્વ. ધનુબેન, સ્વ. લવજી નેમીદાસ શાહના પુત્રી, સ્વ. નીતિન મહેતા, અરાવિંદ મહેતા, ગીતા રાજેશ શાહ, માયા પરેશ વોરાના માતા, ધનલક્ષ્મી નીતિન મહેતા, સ્વ. અશ્મિબેન અરાવિંદભાઈ મહેતાના સાસુ, દિમ્પેશ નિતિન મહેતા, પાયલ અમિત શાહ, ડ્રિગલ જલ્પેશ મહેતા, વિનોદ અરાવિંદ મહેતા, અંકિતા ભવ્ય મોરબિયા, રૂજુ કલ્પેશ શાહના દાદી, ઉર્વી દિમ્પેશ મહેતાના દાદીસાસુ તા. 10-9-2026ના  અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે)

અંજાર : ભરતભાઈ પરસોત્તમભાઈ શાહ (કિંજલ એન્ટરપ્રાઈઝ) (ઉ.વ. 70)ની પ્રાર્થનાસભા તા. 11-9-2026ના શુક્રવારે સવારે 11થી 12 વિવિધલક્ષી હોલ, જી.ઈ.બી. રોડ, નયા અંજાર મધ્યે રાખેલ હતી, જે અનિવાર્ય સંજોગોવસાત મુલતવી રાખેલ છે.

અંજાર : કચ્છી ભાટિયા હેમંત સંપટ (ભાટિયા) (ઉ.વ. 75) (ભાટિયા પ્રોવિઝન સ્ટોર, મહાદેવ નગર), તે ગં.સ્વ. સૂરજબેન ધરમાસિંહના પુત્ર, સ્વ. દિપ્તીબેનના પતિ, પરેશ અને પંકજ (એસ્ટેટ બ્રોકર)ના પિતા, વૈશાલી, જાનકીના સસરા, સ્વ. ગિરીશ, જાગૃતિ વિમલ સ્વાલીના ભાઈ, સુનીલ, ભૂપેનના બનેવી, શોભનાબેનના દિયર, ભગવાનદાસ ગોરધનદાસ ઉદેશીના જમાઈ, હિતેન, રાજુના કાકા, સોના, આશાના કાકા સસરા, આર્યન, શ્વેતા, પ્રણવ, કેવીન, હિતાર્થ, નિત્યા, કેશ્વીના દાદા તા. 9-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ભાઈઓ-બહેનોની) તા. 11-9-06ના શુક્રવારે સાંજે 5થી 6 ભાટિયા મહાજન કોમ્યુનિટી હોલ, ટેલિફોન એકસચેન્જ પાછળ, અંજાર ખાતે. (ચક્ષુદાન કરેલ છે.)

મુંદરા : મૂળ કારાઘોઘાના મચ્છુ કઠિયા સઇ સુતાર કંઠી વિભાગ ડિમ્પલબેન (ઉ.વ. 49) તે બિપિનભાઈ મોઢના પત્ની, ગં.સ્વ. લીલાવંતીબેન મોહનલાલના પુત્રવધૂ, કિશન, જયના માતા, જીમીબેનના સાસુ, સ્વ. રંભાબેન કરસનભાઈ (મોટા કપાયા), ગં.સ્વ. ભગવતીબેન માવજીભાઈ (મલાડ), સ્વ. કાન્તાબેન રણછોડભાઈ (મલાડ), સ્વ. કાંતાબેન રણછોડભાઈ (ડોમ્બીવલી), સ્વ. કંકુબેન નરાસિંહ (દેશલપર), સ્વ. પાર્વતીબેન મગનલાલ (છસરા)ના ભત્રીજાવહુ, ગં.સ્વ. પ્રવીણાબેન શંભુલાલ (દરશડી), સરલાબેન હરસુખભાઈ (માનકૂવા), મીનાબેન મહેન્દ્રભાઈ (સહજાનંદ નગર), માલતીબેન મહેશભાઈ (ભુજપુર)ના ભાભી, પ્રિયંકાબેન (મેઘપર), ભાવેશભાઈ (બળદિયા)ના મામી, ગં.સ્વ. જયાબેન ત્રિકમજી કાનજી (બેરાજા- સૂરજપર)ના પુત્રી, જિતેન્દ્રભાઈ, વર્ષાબેન (નારાણપર), હિતાબેન (રાયણ), મીનાબેન (માંડવી)ના બહેન, પાયલબેનના નણંદ, સ્વ. ઝવેરબેન માધવજી (ગુંદાલા), સ્વ. મધુબેન મણિલાલ (વિક્રોલી), ગં.સ્વ. અરૂણાબેન ભોગીલાલ (મિરજાપર), ગં.સ્વ. રેખાબેન લેરચંદ (ડોમ્બીવલી)ના ભત્રીજી, સ્વ. ધનજીભાઈ નારણ (નિરોણા હાલે ભુજ)ના ભાણેજી, વૃંદા વેદના ફઈ તા. 9-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-9-2026ના શનિવારે સાંજે 3.30થી 4.30 દરજી સમાજવાડી, મુંદરા ખાતે.

મુંદરા : મજીદખાન પઠાણ (ઉ.વ. 43) તે અકબરખાનના પુત્ર, અજિતખાનના ભાઇ, મોહિનુદ્દીન અને મોહમ્મદના પિતા, હાજીખાનના કાકા, થેબા હાજી સિધિક (લુણી)ના ભાણેજ, ચવાણ અદ્રેમાન (મોટી રાયણ)ના જમાઇ તા. 9-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-9-2026ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન કુંભાર ફળિયું, મુંદરા ખાતે.

નખત્રાણા : મૂળ અકરી મોટીના જનકબા બળવંતાસિંહ જાડેજા તે સ્વ. બળવંતાસિંહ અખુભાના પત્ની, ઇન્દ્રાસિંહ, નયનાબા, પૂજાબા, આશાબાના માતા, નરેન્દ્રાસિંહ, રામદેવાસિંહના ભાભી, હરદેવાસિંહના કાકી, અજયરાજાસિંહ, જયરાજાસિંહના દાદી તા. 8-9-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 14-9-2026ના નિવાસસ્થાન નખત્રાણા ખાતે.

નખત્રાણા : અરજણ કરસન ભગત (ઉ.વ. 69) તે  સ્વ. કંકુબેન કરસન પુંજા ભગતના પુત્ર, શાંતાબેનના પતિ, દામજીભાઈ, હંસરાજભાઈના નાના ભાઈ, દીપકભાઈ, સ્વ. પુષ્પાબેન, જ્યોત્સના, જ્યોતિના પિતા, પાર્થ, ક્રિશના દાદા તા. 9-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 12-9-2026ના સવારે 9થી 10.30 અને બપોરે 3.30થી 5 નિવાસસ્થાન રામેશ્વર ખાતે.

નખત્રાણા : લુહાર ગગુબાઇ ભીમા (ઉ.વ. 55) તે ભીમા સુરતાજી લુહારના પત્ની, કરણભાઇ, પ્રવીણભાઇ, પાર્વતીબેન, મંજુબેનના માતા, શંકરભાઇ તથા ભગુભાઇ (થરાદ)ના બહેન, મીત તથા ઓમના દાદી તા. 2-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ગાડલિયાવાસ, નખત્રાણા ખાતે.

ભારાપર-સેનેટોરિયમ (તા. ભુજ) : હરખુબેન મીઠાભાઇ રબારી (ઉ.વ. 60) તે સ્વ. મીઠાભાઇ દેવાના પત્ની, લખમીર, સ્વ. વિરમભાઇના નાના ભાઇના પત્ની, સોના, હીરુબેનના માતા તા. 6-9-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 16-9-2026ના બુધવારે અને બારસ તા. 17-9-2026ના ગુરુવારે સેનેટોરિયમ ખાતે.

માધાપર (તા. ભુજ) : રમાબેન જશુભાઇ બારોટ (ઉ.વ. 65) તે જશુભાઇ ભૂરાલાલના પત્ની, સમીર બારોટ (કી-બોર્ડ પ્લેયર), ધીરેન બારોટ, બીનાબેન, સીમાબેનના માતા, દીપકભાઈ, સંદીપભાઈ, દિવ્યાબેન, જાગૃતિબેનના સાસુ, પ્રિયવ્રત, મનોરથના દાદી, કામાક્ષી, જયશ્વી, કિટુના નાની તા. 10-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 12-10-2026ના શનિવારે સાંજે 5થી 6 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, માધાપર ખાતે.

સુમરાપોર (તા. ભુજ) : સુમરા સિદિક હારુન (ઉ.વ. 40) તે હારુનના પુત્ર, સુમરા હુશેન હારુન, ચનેસ હારુન, સુમરા તમાચી હારુનના ભાઇ તા. 10-9-2026ના અવસાન પામ્યા છે.

મેઘપર બોરીચી (તા. ગાંધીધામ) : મૂળ અંજારના ભોપા રણછોડગર મોતીગર ગોસ્વામી (ઉ.વ. 89) તે ગં.સ્વ. લીલાવંતીબેનના પતિ, કિરણગર તથા પ્રીતિબેનના પિતા, ઉષાબેન તથા દેવેન્દ્રપુરીના સસરા, ભૂમિ તથા શૌર્યગરના દાદા, ધ્વની, ભવ્યપુરી, કાવ્યપુરીના નાના, ડાઇબેન ગોવિંદગરના જમાઇ, સ્વ. ત્રિકમગર, સ્વ. દયાલગર, સ્વ. નિર્મળાબેન મૂલગરના ભાઇ, સ્વ. વિનોદગર, નવીનગર, જવાહરગર, મહેશગર, સુરેશગરના કાકા તા. 9-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-9-2026ના શનિવારે સાંજે 5થી 6 કપિલ મુનિ આશ્રમ, એસ.ટી. બસ સ્ટેન્ડની સામે, આદિપુર ખાતે.

બિદડા-શ્રીરામનગર (તા. માંડવી) : ગોમતીબેન મનજી પારસિયા (ઉ.વ. 86) તે સ્વ. મનજી લાલજી પારસિયાના પત્ની, રવિલાલ મનજી, કાન્તાબેન હરિલાલ શિરવીના માતા, સ્વ. વીરજી લાલજીના ભાઈના પત્ની, સ્વ. ધનજી લાલજીના ભાભી, શાન્તાબેનના સાસુ, હિરેન, પ્રિયંકાના દાદી, સોનું, સુમિતના દાદીજી, સ્વ. ધનજી કરશન માકાણીના પુત્રી તા. 9-9-2026ના અવસાન પામ્યા છે.

મોટી ભાડઇ (તા. માંડવી) : ભટ્ટી ઇભલા (ઉ.વ. 60) તે મ. મામદના પુત્ર, જાકબ, મ. અલીમામદ, મ. ફકીરમોહમદ અને સુલેમાનના ભાઈ, મુસ્તાક અને ઇમરાનના પિતા, જુણેજા સલીમ અને ચવાણ આકીબના સસરા, મ. મોખરા જુસબ, મ. સાલેમામદ થેબા, ભટ્ટી આદમના સાળા તા. 9-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-9-2026ના રવિવારે સવારે 10.30થી 11.30 મસ્જિદ-એ-અહેમદ રઝા, મદીના નગર, મોટી ભાડઈ ખાતે.

વાંઢ (તા. માંડવી) : સંગાર મૂરજીભાઈ કરશનભાઈ સાકરિયા (ઉ.વ. 78) તે  અજબાઈના પતિ, લીલબાઈ તથા વાલજીના પિતા, ચંદ્રકાન્ત, જયેશના દાદા, સ્વ. રતન, સ્વ. વેલજી, લીલબાઈ, અજબાઈના મોટા ભાઈ, વેશા લાખિયારના સસરા, દેવા વલુના જમાઈ તા. 10-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 11, 12, 14-9-2026ના શુક્ર, શનિ, સોમના સંગાર વાલજીભાઈ મુરજીભાઈના નિવાસસ્થાને.

સમાઘોઘા (તા. મુંદરા) : લંગા નૂરબાનુ અલીમામદ (ઉ.વ. 100) તે મ. લંગા ઇબ્રાહિમ, અબ્દુલા, લતીફ, ઉમરના માતા, સુલેમાન હાજી જુસબના મોટીમા, જાફર, જાવેદ, અલ્તાફ, રફીક, ઇકબાલ, નદિમના દાદી તા. 9-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-9-2026ના શનિવારે સવારે 10.30 વાગ્યે સમાઘોઘા ખાતે.

ગુંદાલા (તા. મુંદરા) : ઓઢેજા જુસબ હાજી અલાદ્દીના (ઉ.વ. 61) તે સલીમ હાજી, ઇબ્રાહિમ, આમદહુસૈન, આમદ, કાસમ ભૂરાના ભાઈ, ગુલામહુસૈન, અનીશ અને મામદહુસૈનના પિતા, હાજી રજાક અદ્રેમાન, મુસ્તાક, સિકંદર, અલ્તાફ, નજરૂદ્દીનના મામા તા. 9-9-2026 અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-9-2026ના રવિવારે સવારે 11થી 12 મુસ્લિમ જમાતખાના, ગુંદાલા ખાતે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : કડવા પાટીદાર જયાબેન (ઉ.વ. 75) તે પા. ઇશ્વરભાઇ માવજી સોમજિયાણીના પત્ની, સ્વ. માવજી શિવદાસના પુત્રવધૂ, આદિત્ય, નિર્મળાબેન કેશવલાલ છાભૈયા, વનિતાબેન કાંતિલાલ છાભૈયા (બંને હૈદરાબાદ), નયનાબેન વસંતલાલ નાયાણી (શર્વર-એમ.પી.)ના માતા, પ્રિયાબેનના સાસુ, યજ્ઞ, ચહેલના દાદી, લાલજીભાઇ નાનજી સામાણી (વિથોણ)ના પુત્રી તા. 9-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (સાદડી) તા. 12-9-2026ના શનિવારે સવારે 8થી 10.30 પાટીદાર સનાતન સમાજવાડી, મોટી વિરાણી ખાતે.

રવા (તા. અબડાસા) : કુંભાર બાયાબાઈ ઈબ્રાહિમ (ઉ.વ. 105) તે કુંભાર હાસમ, અલીમામદમુસા, મ. આઈસાબાઈ ઈશા, અમાબાઈ ઉમર, જલાબાઈ હાસમના માતા, કુંભાર આદમ, જુણસ, ઈમ્તિયાઝ, આરિફ, રફીક, સિરાજ, આદિલના દાદી તા. 10-9-2026ના  અવસાન પામ્યા  છે. જિયારત તા. 13-9-2026ના રવિવારે સવારે 10.30  વાગ્યે  રવા મસ્જિદ ખાતે.

અમદાવાદ : મૂળ ફતેહગઢના નયનાબેન અરાવિંદકુમાર અમૃતલાલ દોશી (ઉ.વ. 63) તે અરાવિંદ દોશીના પત્ની, સ્વ. મણિબેનના પુત્રવધૂ, સ્વ. અમરશી નાગજી ખંડોરના પુત્રી, ડો. ધવલ, ડો. બોસ્કી મોરબિયાના માતા, ડો. માર્ગી અને અમિતના સાસુ, કવનના દાદી, પ્રાહીના નાની, વિનોદ, સિદ્ધાર્થમુનિના સંસારપક્ષી ભાભી, વનિતાબેનના જેઠાણી, સમણી ખ્યાતિપ્રજ્ઞાજી, ચિરાગ, મૈત્રીના કાકી, સ્વ. રમેશચંદ્ર, હસમુખભાઈ, સ્વ. વસંતભાઈ, હરેશભાઈ, સ્વ. મંજુલાબેન, તારાબેન, કલાબેનના બહેન તા. 10-9-2026ના અવસાન પામ્યા છે.

મુંબઇ (મુલુંડ) : નીલેશભાઇ દોશી (ઉ.વ. 58) તે બરવાળા ઘેલાશા નિવાસી હાલ મુલુંડ (મુંબઇ) સ્વ. નયનાબેન જયંતીલાલ દોશીના પુત્ર, દીપ્તિબેનના પતિ, સ્વ. ચંદ્રકાન્તભાઇ શાહ (થાનગઢ)ના જમાઇ, દિશાંક તથા વિતરાગના પિતા, ખુશાલી તથા નિશિતાના સસરા, સતીશભાઇ, સ્વ. લલિતભાઇ, કમલેશભાઇના ભત્રીજા તા. 9-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd