ભુજ, તા. 13 : પત્નીના મોબાઈલની જિઓ હોટસ્ટારની
એપમાં રૂા. 149 ઓટોમેટિક કપાઈ જતાં ફરિયાદી
પતિએ પરત મેળવવા હેલ્પલાઈન પર કોલ કરતાં તેના કહેવા મુજબ કરવા જતાં તેના ખાતામાંથી
રૂા. 55,012 સેરવી લેવાયા હતા. મૂળ મધ્યપ્રદેશ
હાલે નાના કપાયા રહેતા રોહિતસિંઘ સુખેન્દ્રસિંઘે આજે મુંદરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ
મુજબ ગત તા. 10/9ના તેની પત્નીની મોબાઈલની જિઓ
હોટસ્ટાર એપમાં રૂા. 149 ઓટોમેટિક
કપાઈ જતાં ફરિયાદીએ હેલ્પલાઈન નંબર મેળવી તેના ઉપર કોલ કરતાં સામેવાળી અજાણી વ્યક્તિએ
ફરિયાદીને વિશ્વાસમાં લઈ લીધા હતા. તેના કહેવા મુજબ એક લિંક પર 55,012 ટાઈપ કરી સેન્ડ કરતાં ફરિયાદીના
બેન્ક ખાતામાંથી રૂા. 55,012 કપાઈ
ગયા હતા અને બેન્ક ઓફ મહારાષ્ટ્રના એક ખાતામાં ગયા હતા. ફરિયાદી સાથે ઓનલાઈન છેતરપિંડી
થયાની ફરિયાદ નોંધાઈ છે.