• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

બેલા-વ્રજવાણી વચ્ચે નીલગાય આડી આવતાં યુવાનનું મોત, એકને ઇજા

ગાંધીધામ, તા. 13 : રાપર તાલુકાના બેલાથી વ્રજવાણી જતા રોડ ઉપર નીલગાય આડી ઊતરતાં બાઈક સ્લીપ થવાથી જેન્તીભાઈ ગણેશભાઈ સુથાર ઉંમર વર્ષ 24નું ઘટનાસ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે એકને ઇજાઓ પહોંચી હતી. બાલાસર પોલીસે બનાવની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ બનાવ 7:15 વાગ્યાના અરસામાં બન્યો હતો. બંને યુવાનો બાઇક લઈને બેલાથી વ્રજવાણી રોડ ઉપર જઈ રહ્યા હતા, એ દરમિયાન રસ્તામાં નીલગાય આડી ઊતરતાં બાઈક સ્લીપ થઇ હતી. જેન્તીભાઈ સુથારનું મૃત્યુ થયું હતું અને પુનાભાઈને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને સારવાર માટે ભુજ જે કે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસે બનાવની નોંધ કરીને ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd