• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

ભીરંડિયારામાં પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ

ભીરંડિયારા, તા. 13 : બન્નીના ભીરંડિયારા ખાતે સાહેબ ટી હાઉસ પ્રીમિયર લીગ 2026નું આયોજન કરાયું હતું. જેમાં બન્નીની 16 ટીમે ભાગ લીધો હતો.  ફાઈનલમાં ગોરેવાલી અને સાહેબ ટી હાઉસ ભીરંડિયારા વચ્ચે જંગ ખેલાયો હતો, જેમાં ગોરેવાલી ટીમ વિજેતા બનતાં રોકડ ઈનામ તેમજ ટ્રોફી અપાઈ હતી. બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર અને બેસ્ટ ફિલ્ડર વગેરેને પણ ટ્રોફી આપી હતી. બન્નીના આગેવાનો, જિલ્લા પંચાયત સદસ્ય હાજી અબ્દુલ્લા બુઢ્ઢા જત, મુસા જુમા રાયશી, સાહેબ જુમા રાયશી, સુમરા સલીમ, ઉમર મલુક, મારવાડા હીરા ભસર, ઈબ્રાહીમ જાગણ, ફકીરમામદ ઈસ્માઈલ, જત સુમાર અલીમામદ હાજર રહ્યા હતા. આયોજન સુમાર જુમા રાયશી તેમજ ભીરંડિયારા ક્રિકેટ ખેલાઢીઓએ પાર પાડયું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd