ગાંધીધામ, તા. 13 : રાપરના પદમપર અને કીડિયાનગર
વચ્ચે વેકરા નજીક એક કારમાંથી રૂા. 65,868ના શરાબ સાથે શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. પદમપરથી કીડિયાનગર
તરફ આવતી કારમાં દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે વેકરા પીરની દરગાહ પાસે વોચ
ગોઠવી હતી. દરમ્યાન કાર નંબર જી. જે. -06-ઈક્યુ-6771વાળી આવતાં
પોલીસે તેને રોકાવવાની કોશિશ કરી હતી, પરંતુ ચાલકે આગળ હંકારી દીધી હતી. આ ગાડી બાવળમાં જઈને બંધ પડી જતાં પોલીસે
દોડીને ફુલપરાના કરમણ દેવા કોળીને પકડી પાડયો હતો અને કારમાંથી વ્હાઈટલેસ વોડકાના 240 ક્વાર્ટરિયા, મૂનવોકના 48 કવાર્ટરિયા
તથા કિંગફિશર બિયરના 84 ટીન એમ કુલ
રૂા. 65,868નો દારૂ જપ્ત કર્યો હતો. તેને
આ દારૂ સાહેબજી સોઢા નામનો શખ્સ આપી ગયો હતો. હાથમાં ન આવેલા આ શખ્સને પકડી પાડવા આગળની
કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.