• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

વુસુ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ બા શ્રી સુરજબા નોધુભા જાડેજા શાળાની છાત્રા પ્રથમ

ભુજ, તા. 13 : જિલ્લા કક્ષાની બોક્સિંગની સ્પર્ધા એમ.એસ.વી. હાઇસ્કૂલ ખાતે યોજાઇ હતી જેમાં બા શ્રી સુરજબા નોધુભા જાડેજા કન્યા વિદ્યાલય ભુજ શાળાની અંડર-19માં ધો. 11 કોમર્સની વિદ્યાર્થિની જાડેજા શ્રેયાબા જસુભાએ અંડર-19માં જિલ્લા કક્ષાની વુસુ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સમાજના પ્રમુખ વીરેન્દ્રસિંહ બી. જાડેજા તેમજ છાત્રાલયના ચેરમેન પરાક્રમસિંહ એ. જાડેજા તેમજ વાઇસ ચેરમેન ચેતનાબા પી. જાડેજા તેમજ શાળાના આચાર્ય ગાયત્રીબા સોઢા, છાત્રાલયના ગૃહમાતા કિરણબા અને પ્રિયાબા તથા શિક્ષણ સમિતિના રણજીતસિંહ જાડેજા, વિશ્વજીતસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ચુડાસમા તેમજ વ્યાયામ શિક્ષિકા અંશિકા રાબડિયાએ માર્ગદર્શન આપ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd