ભુજ : હાલે મહેમદાબાદ વીશા શ્રીમાળી સોની જ્ઞાતિ ઉષાકાંતભાઇ
પ્રાણલાલ ચોકસી (ઉ.વ. 73) તે સ્વ. જયાબેન
તથા પ્રાણલાલ વેલજી ચોકસીના પુત્ર, શશિકાંતભાઇ (અમદાવાદ), શશિકલાબેન ગુણવંતભાઇ ગુસાણી (ચેન્નાઇ),
શૈલેન્દ્રભાઇ તથા અવંતિકા પટેલ (આણંદ)ના ભાઇ તા. 7-9-2026ના અવસાન પામ્યા છે.
ભુજ : કંસારા રમેશચંદ્ર મેઘજી હેડાઉ (ઉ.વ. 72) તે સ્વ. મણિબેન મેઘજીના પુત્ર, વિજયાબેનના પતિ, દિલેશ,
અમિતના પિતા, હિનાબેન, નેહાબેનના
સસરા, મોહનલાલ, નંદલાલ, મનોજભાઇ, કૌશલ્યાબેન શાંતિલાલ મૈચા, જશુમતીબેન કિશોરભાઇ ભૂત, મંજુબેન સુરેશભાઇ શેઠના ભાઇ,
રેણુકાબેન, મધુબેનના દિયર, નયનાબેનના જેઠ, સુષ્મા, સચિન,
કેતન, પુનિતા, ચાંદની,
બિંદિયા, ક્રિષ્નાના કાકા, ધ્રુવ, તન્વીના મોટાબાપા, સલોની,
હેત્વી, શ્રુતિ, જીયા,
ટિશા, મીરાં, વિરા,
નિર્ભય, પ્રયાગના દાદા, રુક્ષ્મણિબેન
બાબુલાલ બુદ્ધભટ્ટી (કોટડા-જડોદર)ના જમાઇ, જ્યોત્સનાબેન શંકરલાલ
મૈચા, સરસ્વતીબેન રામજીભાઇ બારમેડા, નિર્મળાબેન
મહેન્દ્રભાઇ મૈચાના બનેવી, બારમેડા વિઠ્ઠલદાસ કાનજી, સોલંકી દીપકભાઇ ઝવેરીલાલના વેવાઇ તા. 6-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 9-9-2026ના
બુધવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.
ભુજ : મૂળ કલ્યાણપરના કાંતાબેન અમૃતિયા (ઉ.વ. 82) તે સ્વ. રવજીભાઈ પ્રેમજીભાઈ
અમૃતિયાના પત્ની, નિમુબેન (થાણા),
રસિલાબેન (નાસિક), અશોકભાઈ, પરેશભાઈ (ભુજ), જગદીશભાઈ (નાસિક )ના માતા, નવીનભાઈ (થાણા), દિનેશભાઈ (નાસિક), પ્રીતિબેન, ભાવનાબેન (ભુજ), કપિલાબેન
(નાસિક)ના સાસુ, ગં.સ્વ. પાર્વતીબેન માધવજીભાઈ અમૃતિયા,
સ્વ. ભાનુબેન છગનભાઈના દેરાણી, સુરેશભાઈ,
મનોજભાઈના કાકી, નીતાબેન, તરુણાબેનના કાકીજી, અકુલ, નીરવ,
નેહલ, કોટેશ, પાવનના દાદી,
માધવીના દાદીજી, ગ્રંથના પરદાદી, સ્વ. જમનાબેન વિશ્રામભાઈ ધોળુ (માનકૂવા)ના પુત્રી, મેઘબાઇ
(જિયાપર), લીલાબેન (માધાપર), ગં.સ્વ. ભગુબેન
(મુલુન્ડ )ના ભાભી તા. 7-9-2026ના
અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 8-9-2026ના મંગળવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન આર.ટી.ઓ. રિલોકેશન, સોનાલી પાર્કની બાજુથી માધાપર સ્મશાનભૂમિ જશે.
પ્રાર્થનાસભા તા. 10-9-26ના
ગુરુવારે સાંજે 5થી 6 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, ભુજ ખાતે.
ભુજ : સંગાર જુબેદાબેન અદ્રેમાન (ઉ.વ. 70) તે હુશેન, ઇમરાનના માતા, અનસ સમેજા,
રિઝવાન સમેજાના નાની, ઇકબાલ પિંજારા, સમેજા જુસબ ઇબ્રાહિમના સાસુ તા. 7-9-2026ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 8-9-2026 મંગળવાર અને તા. 9-9-2026 બુધવારે સવારે 10થી 1 અને સાંજે 4થી 7 નિવાસસ્થાન
કેમ્પ એરિયા, નોડે ફળિયા, ભુજ ખાતે.
ભુજ : મેમણ ઓસમાન શરીફ (ઉ.વ. 45) તે સમીર, શોયબના પિતા, મ. મેમણ
શરીફ જુણસના પુત્ર, ઇસ્માઇલ, અસ્લમ,
મામદના ભાઇ તા. 7-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-9-2026ના બુધવારે સવારે 10થી 11 ભાઇઓ માટે હશનેન મસ્જિદ, મેમણ કોલોનીમાં તથા બહેનો માટે નિવાસસ્થાને મહેંદી કોલોની, સુરલભિટ્ટ રોડ, ભુજ ખાતે.
અંજાર : મૂળ ખંભરાના કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) મોહનલાલ
રાઠોડ (ઉ.વ. 70) તે સ્વ. રંભાબેન તથા સ્વ. જેઠાભાઇ
મેપાભાઇ રાઠોડના પુત્ર, સ્વ. અનસૂયાબેનના
પતિ, જયશ્રીબેનના પિતા, સ્વ. જીવરાજભાઇ
(રાઠોડસાહેબ), સ્વ. ગૌરીબેન, સ્વ. અમૃતબેનના
ભાઇ, દીપકભાઇ પરમારના સસરા, સ્વ. રંભાબેન,
સ્વ. રઘુભાઇ ગોકળભાઇ રાઠોડ (સુંદરગઢ-ઓરિસ્સા)ના જમાઇ, ઉષાબેન ભરતભાઇ પરમાર (ગળપાદર)ના વેવાઇ, ગાયત્રીના નાનાબાપા
તા. 6-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
(ભાઇઓ-બહેનોની) તા. 9-9-2026ના
બુધવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ભવન ખાતે.
માંડવી : મૂળ મંજલના શાંતાબેન પ્રેમજીભાઇ જોશી (સુંબળ) (ઉ.વ.
80) તે પ્રેમજીભાઇ આણંદજી જોશીના
પત્ની, સ્વ. ગાંગજી વિશ્રામ ખાંડેકા (કુકમા)ના પુત્રી,
સ્વ. ઇન્દુબેન, જયેશભાઇ, લતાબેન, સ્વ. ઉમાંકાન્ત, દીપ્તિના
માતા તા. 29-8-2026ના
અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા (બારમું) તા. 9-9-2026ના બુધવારે સવારે નિવાસસ્થાન ચાકી પાળો, સ્વામિનારાયણ સ્કૂલથી આગળ, કલવાણ રોડ, માંડવી ખાતે.
વરલી (તા. ભુજ) : બચુભા રાયબજી જાડેજા (ઉ.વ. 82) તે સ્વ. બાબુભા રાયબજીના મોટા
ભાઇ, ભૂપતસિંહ, જયેન્દ્રસિંહના
પિતા, સ્વ. હરિસિંહ, શાંતુભા, ચંદુભાના કાકા, કુલદીપસિંહ, હિતેન્દ્રસિંહના
મોટાબાપુ, મહિરાજસિંહ, ભવ્યદીપસિંહ,
માનવીરસિંહના દાદા તા. 7-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું દરબારગઢ ડેલી, વરલી ખાતે.
દહીંસરા (તા. ભુજ) : જુણેજા હાજિયાણી ખતુબાઇ (ઉ.વ. 71) તે મ. હાજી સિદ્ધિકના પત્ની, મામદ, હાસમ (હાસુબાવા)ના
માતા, ચવાણ હાસમ જુસબના સાસુ, અનવર,
સમીર, ઇમ્તિયાઝના દાદી, મ.
જુણેજા ઓસમાણ (નાની તુંબડી), રમજુ, જુસબ,
ઉમર, ઇબ્રાહિમ (અધાભા) (દહીંસરા)ના બહેન તા. 7-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 9-9-2026ના બુધવારે સવારે 10થી 11 મેમણ જમાતખાના, ચુનડી રોડ, દહીંસરા ખાતે.
માધાપર (તા. ભુજ) : જોગી અરજણ પબા (ઉ.વ. 69) તે જોગી સામજી, ભરત, મંજુલાના પિતા,
ભારતીબેનના પતિ, જોગી શંકરના કાકા, આચુ પબાના ભાઇ, કમલેશ ધનજી પરમાર (માધાપર)ના સસરા,
આશિષ, પાયલ, પૂનમ,
આરતી, ચાંદનીના નાના, ભૂમિ
શામજી, ભૂમિ ભરત, કિશોર, નેહાલના દાદા તા. 3-9-2026ના અવસાન પામ્યા છે. આગરીની રાત તા. 13-9-2026ના રવિવારે, તા. 14-9-2026ના સોમવારે સવારે 9 વાગ્યે શંખઢોળ, પાણી નિવાસસ્થાન ચૈતન્યધામ સોસાયટી, વર્ધમાન નગરની બાજુમાં,
નવાવાસ, માધાપર ખાતે.
રતિયા (તા. ભુજ) : કાનજી બુધા થારૂ (મહેશ્વરી) (ઉ.વ. 95) તે પ્રેમજી થારૂ, શિવજીભાઇ થારૂ (બંને રતિયા), વાલબાઇ સ્વ. કાનજી ફફલ (નારાણપર)ના પિતા, સુમલબાઇના પતિ,
કિશન, ભરત, પરષોત્તમ,
હીરબાઇના દાદા, રતનબેન પ્રેમજીના સસરા,
મયંકના પરદાદા, સ્વ. દેવજી ભોજા (ભારાપર)ના વેવાઇ
તા. 21-8-2026ના અવસાન પામ્યા છે. આગરી જાગ
તા. 10-9-2026ના ગુરુવારે રાત્રે, તા. 11-9-2026ના શુક્રવારે સવારે પાણીયારો નિવાસસ્થાન મહેશ્વરીવાસ, રતિયા ખાતે.
કોટડા-ચકાર (તા. ભુજ) : જાડેજા જયાબા (ઉ.વ. 72) તે હમીરજી ખોડુભાના પત્ની, ચંદ્રસિંહ, દિલીપસિંહ,
કુલદીપસિંહના માતા, મહિપતસિંહ ખોડુભા, સુખદેવસિંહ ખોડુભા (કણજરા)ના ભાભી, ધર્મેન્દ્રસિંહ રાજુભા
(પત્રી), બનુભા જટુભા, બુધુભા ચનુભા,
ઘનશ્યામસિંહ દુજુભાના કાકી, વનરાજસિંહ,
યુવરાજસિંહ, રુદ્રરાજસિંહના દાદી, સ્વ. જીભા દેશળજી ગોહિલ (ત્રાપજ, ભાવનગર)ના પુત્રી તા.
5-9-2026ના અવસાન પામ્યા છે. પાણીઢોળ
તા. 14-9-2026ના સોમવારે તથા સાદડી નિવાસસ્થાને.
શિણાય (તા. ગાંધીધામ) : રસિકભાઈ જેરામભાઈ બલદાણિયા (ઉ.વ. 63) તે ગ.સ્વ. વેલીબેન જેરામભાઈના
પુત્ર, લક્ષ્મીબેનના
પતિ, જગદીશભાઈ, વિજયભાઈ, અતુલભાઈ, સાવિત્રીબેન, ભગવતીબેનના
ભાઈ, પ્રકાશભાઈ, સૂરજભાઈ, ભાવનાબેન, જાનકીબેન, જાગૃતિબેન,
કૌશલ્યાબેનના પિતા, રૂપલબેન, કોમલબેન, નિમેશભાઈ, હિરેનભાઈ,
ભાવિકભાઈ, સૂરજભાઈના સસરા તા. 6-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 9-9-2026ના બુધવારે સવારે 10થી 11 યદુવંશી સોરઠિયા સમાજવાડી,
મઘુબનવાડી (નવી સમાજવાડી), શિણાય ખાતે.
અંતરજાળ (તા. ગાંધીધામ) : મૂળ ભવાનીપરના કચ્છી લોહાણા લહેરીભાઈ
દ્વારકાદાસ ઠક્કર (ઉ.વ. 50) તે સ્વ. અમૃતબેન
દ્વારકાદાસ રાયમંગ્યા (ઠક્કર)ના પુત્ર , આરતીબેનના પતિ, શ્રેયાના પિતા, પ્રતિમાબેન, જયેશ, જેકી,
દીપેશ, ઉષા, કલ્પના,
ચેતના , હેતલ, સ્વાતિના ભાઈ,
સુરેશભાઈ વેલજીભાઈ બારૂ (પોસ્ટ ઓફિસ)ના સાળા, સ્વ.
જેન્તીલાલ, મથુરાદાસ, સ્વ. શશિકાંતભાઈ,
મણિલાલ, માધવજી, સ્વ. લક્ષ્મીદાસ,
સ્વ. શારદાબેન, લક્ષ્મીબેન, સ્વ. સીતાબેન, સ્વ. વસંતબેન, ભગવતીબેન,
રાધાબેન, જ્યોતિબેન, ચંદ્રિકાબેનના
ભત્રીજા, દર્શ (શિવમ)ના મામા, સ્વ. રણછોડદાસ
ધરમશીભાઈ ઠક્કર (ઐડાવાળા)ના દોહિત્ર, સ્વ. અરાવિંદભાઈ,
મહેશભાઈ, પરેશભાઈ, રસીલાબેનના
ભાણેજ, ગં.સ્વ. સરસ્વતીબેન રણછોડદાસ કોટેચાના જમાઈ, દિલેશ, કૃપાલીબેન, દક્ષાબેનના બનેવી
તા. 7-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 9-9-2026ના
બુધવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, આદિપુર ખાતે.
ચંદિયા (તા. અંજાર) : જાડેજા શક્તાસિંહ બહાદુરાસિંહ (ઉ.વ. 41) તે સત્યજિતાસિંહના પિતા, કિશોરાસિંહ, ગજેન્દ્રાસિંહ,
દિગ્વિજયાસિંહના ભાઈ, રાજદીપાસિંહના કાકા,
જયવર્ધનાસિંહના મોટાબાપુ તા. 6-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને ચંદિયા ખાતે.
ખોખરા-ચંદ્રનગર (તા. અંજાર) : ચતુરગર ગુસાઇ (ઉ.વ. 75) તે હાંસબાઇ તથા વેલગર મહાદેવગરના
પુત્ર, કાનગર મહાદેવગર તથા ગં.સ્વ. કાશીબેનના ભત્રીજા,
નર્મદાબેનના પતિ, નવીનગર, જયેશગર, લક્ષ્મીબેન (ભચાઉ), અંજનાબેન
(મમુઆરા)ના પિતા, દુલારીબેન, પ્રીતિબેન,
વિનોદભારથી, મહેશભારથીના સસરા, ધરમગર, જશુબેન, રુક્ષ્મણિબેન,
રમીલાબેન, ગોદાવરીબેનના ભાઈ, ત્રિકમગર, રમેશગર, ગોપાલગર,
રસિકગરના મોટાબાપાના દીકરા, સાવિત્રીબેનના જેઠ,
અરાવિંદગર, કંચનબેનના મોટાબાપા, ગાયત્રીબેનના મોટા સસરા, નેહાલીબેન, મીનલબેનના દાદાજી સસરા, શાંતિગર શંકરગર (હરૂડી),
દમયંતીબેન (ઉખડમોરા)ના બનેવી, કિશન, રાજન, નેહલ, શિવમ, રુદ્ર, રૂત્વીજ, યશના દાદા તા.
6-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 9-9-2026ના સાંજે 4થી પ દરબાર સમાજવાડી, ખોખરા (ચંદ્રનગર) ખાતે.
ગુંદિયાળી (તા. માંડવી) : જાડેજા ચતુરસિંહ (ઉ.વ. 44) તે સ્વ. રણછોડજી કરશનજીના પુત્ર, ચેતનસિંહના ભાઇ, માન્યરાજસિંહના
પિતા, દિલુભાના ભત્રીજા, નાગુભા,
નવુભા, કનકસિંહ, રાજેન્દ્રસિંહ
(નિવૃત્ત પી.એસ.આઈ.), પ્રવીણસિંહના કાકાઇ ભાઇ, શક્તિસિંહ, સુરેન્દ્રસિંહ, મહાવીરસિંહ,
લગ્ધીરસિંહ, મયૂરસિંહ, ભગીરથસિંહ,
ઋતુરાજસિંહના કાકા તા. 6-9-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 17-9-2026ના ગુરુવારે નિવાસસ્થાને, આયોવાર તા. 10-9-2026ના ગુરુવારે, સાદડી રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, ગુંદિયાળી ખાતે.
મંજલ (તા. નખત્રાણા) : ભાવસાર જેઠાલાલ ઉમરશી (ઉ.વ. 72) તે સ્વ. ગીતાબેનના પતિ, સ્વ. રતનબેન ઉમરશીના પુત્ર, સ્વ. મણિબેન હોપચંદના જમાઈ, સ્વ. હીરાલાલ, અમરતલાલ, સ્વ. મોહનલાલ, સ્વ. જેરામભાઈ,
ખીમજીભાઈના ભાઈ, સ્વ. સુશીલાબેન, ગં.સ્વ. ભારતીબેનના દિયર, ગં.સ્વ. દિવ્યાબેનના જેઠ,
સ્વ. ચંદ્રિકાબેન, જેન્તીભાઈ, કિશોરભાઈના બનેવી, ટીના, મોનિકા,
પુનિતા, રીચા, એકતા,
જિગરના પિતા, કિશોર, સુનીલ,
ભરત, જલ્પાના કાકા, વિનાયકભાઈ,
હરેશભાઈ, હિરેનભાઈ, રાજેશભાઈ,
અંકિતભાઈના સસરા, તરલિકાબેન, અલ્કાબેન, સુમનબેન તથા રામભાઈના કાકાસસરા, નીલ, મૌલિક, કૃપા, ભક્તિ, બંસી, વિરા, કયારા, હિતના દાદા, રામ,
દીર્ઘાયુ, ક્રિશિતા, દિયા,
મીરાં, હિમાંશુ, હિતિક,
દૃષ્ટિ, કબીરા, હેમાની,
ક્રિષા, મંત્ર, હિર્વાના
નાના તા. 6-9-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-9-2026ના સોમવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને
મંજલ ખાતે.
આરીખાણા (તા. અબડાસા) : સુમરા હુરબાઈ (ઉ.વ. 102) તે મ. સુમરા સિધિક ઉમરના પત્ની, સુમરા મામદ, સુમરા કાસમ,
સુમરા અબ્દુલ, સુમરા ઓસમાણ, સુમરા હાસમના માતા, સુમરા ઈશાક મામદ, સુમરા ઐયુબ કાસમના દાદી તા. 7-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-9-2026ના બુધવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન આરીખાણા
ખાતે.
લાકડિયા (તા. ભચાઉ) : મ.ક.સ.સુ. રવજીભાઇ (ઉ.વ. 88) તે સ્વ. ભચીબેન કેશવજીભાઇ પરમારના
પુત્ર, સ્વ. વિમળાબેનના પતિ, બાબુભાઇ, દામજીભાઇ, કાંતિભાઇના
મોટા ભાઇ, અમરતબેન, શારદાબેન, દિવાળીબેનના જેઠ, વિનોદભાઇ, જેન્તીભાઇ,
વસંતભાઇ, નીલેશભાઇ, દિલીપભાઇ,
પુષ્પાબેન, ભાવનાબેન, સીમાબેન,
પ્રીતિબેન, સંગીતાબેન, ગીતાબેનના
મોટાબાપા, સ્વ. ચંદ્રિકાબેન, હેમલતાબેન,
કોમલબેન, નિર્માબેન, મનીષાબેનના
મોટા સસરા, ચિરાગ, જય, કાનો, રુદ્ર, મૈત્રી, ખુશી, આરતી, મિત્તલ, જાનકી, ખુશ્બૂ, જાનવીના મોટા દાદા,
સ્વ. મોઢ લદ્ધારામ અરજણભાઇ (નેત્રા-માતાજીના)ના જમાઇ, સ્વ. બુદ્ધિલાલ, કેશવજીભાઇ, રમેશભાઇના
બનેવી તા. 30-8-2026ના
અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા અને મોરિયા તા. 11-9-2026ના શુક્રવારે નિવાસસ્થાન કોજાનીવાસ, લાકડિયા ખાતે.
સામખિયાળી (તા. ભચાઉ) : આરતીબેન (ઉ.વ. 37) તે નાકર કિશન અમૃતલાલના પત્ની, ડિમ્પલબેન, દૃષ્ટિબેન,
અક્ષયના માતા, ધીરજલાલ કેશવલાલ રોજાસરા( સુરેન્દ્રનગર હાલે સામખિયાળી)ના પુત્રી, રાજેશ, પ્રવીણના ભાભી તા. 7-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 10-9-2026ના ગુરુવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન કર્મયોગ સ્કૂલની પાસે, જંગી રોડ, સામખિયાળી ખાતે.
મુંબઇ (મુલુંડ) : મૂળ અંજારના હિનાબેન (ઉ.વ. 67) તે સ્વ. ગોદાવરીબેન અને સ્વ.
તુલસીદાસ નારાણજી નૈન સોમૈયા (નાસિક)ના પુત્રી, હર્ષદ હરિરામ પોપટના પત્ની, અનુપના માતા, દીપાલીબેનના સાસુ, નૂતનબેન, નીરૂબેન,
પ્રવીણભાઇ, પ્રમોદભાઇ, પ્રજ્ઞાબેનના
બહેન, દિવ્યા અને રીટાબેનના નણંદ, સ્વ.
મણિબેન હરિરામ પોપટના પુત્રવધૂ, મહેન્દ્ર, ઘનશ્યામ, સ્વ. યોગેશ, કોકી ગણાત્રાના
ભાભી તા. 6-9-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-9-2026ના મંગળવારે સાંજે 4થી 6 કાલીદાસ મેરેજ
હોલ, કાલીદાસ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, પી. કે. રોડ, મુલુંડ (વે.) મુંબઇ-80 ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)