ગાંધીધામ, તા.12 : ગાંધીધામ માં હીરાલાલ પારેખ સર્કલ નજીક રમતગમત સંકુલની સામે
સુંદરપુરી સુધી જતા માર્ગ ઉપરના ડિવાઈડર નો એક સ્ટ્રીટ લાઇટ પોલ ધરાસાઈ થઈ ગયો હતો
જ્યારે બીજો પોલ ઝૂકી ગયો છે. આ બનાવો રાત્રિના સમયે બનેલો હોઈ એટલે સદનસીબે કોઈ ગંભીર
અકસ્માત સર્જાયો નથી પરંતુ સ્ટ્રીટ લાઈટ પોલની ગુણવત્તા બાબતે સવાલો ઊભા થયા છે આ ઉપરાંત
આ રોડ ઉપર પીવાના પાણીની લાઈન લીકેજ હોવાથી જળનો વ્યય થઈ રહ્યો હતો. સ્ટ્રીટ લાઈટ પોલ
ના મામલામાં તો લાઈટ વિભાગ હરકતમાં આવ્યું પણ પાણીની લાઈનમાં રહેલા લીકેજના મામલામાં
બેદરકારી દાખવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે હીરાલાલ પારેખ સર્કલ થી સુંદરપુરી
પાણીના ટાંકા અને ત્યાંથી આપના નગર ચાર રસ્તા સુધી નો આ માર્ગ કરોડો રૂપિયાના ખર્ચે
બનાવવામાં આવી રહ્યો છે તેમાં પણ પારેખ સર્કલથી રમતગમત સંકુલ અને ત્યાંથી ગુરુકુળ ચાર
રસ્તા સુધીમાં કોન્ટ્રાક્ટર એ કામગીરી પૂર્ણ કરી દીધી હોય તેવો વરતારો છે. આ રોડની
ગુણવત્તા બાબતે વ્યાપક સવાલો ઊભા થયા છે પરંતુ આઉટસોર્સિંગ થી ભરતી થયેલા ઇજનેરો અને
મુખ્ય ઇજનેર તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનર સહિતના જવાબદારો તપાસ કરવાની તસ્દી લેતા નથી
અને કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલા ભરતા નથી. રોડ અનેક જગ્યાએ બેસી ગયો છે તેનું પરિણામ
અનેક વ્યવસ્થાઓ ઉપર પણ પડી રહ્યું છે. કમિશનર બી.ડી ડાવેરા સક્રિય થાય અને પગલા ભરે
તેવી માંગ ઉઠી છે આ રોડ ઉપર સ્ટ્રીટ લાઈટ ના પોલની ગુણવત્તા ઉપર પણ સવાલો છે. રાત્રિના
સમયે અચાનક એક સ્ટ્રીટ લાઇટ પોલ તૂટી ગયો અને રોડ ઉપર પડ્યો હતો જ્યારે બીજો સ્ટ્રીટ
લાઇટ પોલ નમી ગયો છે અને ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં છે અહીંથી અસંખ્ય વાહનો
તેમજ લોકો પસાર થાય છે તેને જિંદગી ઉપર જોખમ ઊભું થયું છે મહાનગરપાલિકાના વહીવટી તંત્ર
દ્વારા ગંભીર બેદરકારી દાખવવાના બદલે સમય સૂચકતા થી તુરંત જર્જરીત પોલને બદલવામાં આવે
તે જરૂરી છે. જોકે આ ઘટનાથી સવારના 10:00 વાગ્યાના અરસામાં લાઈટ વિભાગ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેમણે
ધરાશે થયેલો પોલ બાજુએ કર્યો હતો લીકેજ બાબતે પણ પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે - ઇન્ટરનેટના
કેબલ ભારી પડી રહ્યા છે : મહાનગરપાલિકાના સ્ટ્રીટ લાઇટ ના પોલ ઉપર
વગર મંજૂરીએ ઇન્ટરનેટ તથા ટીવી સહિતના કેબલ ઓ પસાર કરાય છે જેનું ભારણ વધે છે તેના
કારણે સ્ટ્રીટ લાઈટ પોલ ધરાશઇ થાય છે. પોલ ઉપરથી આ કેબલો પસાર કરવાની મહાનગરપાલિકાને
એક રૂપિયાની આવક નથી તેમ છતાં આ મંજૂરી વગર પોલ ઉપરથી કેબલ ઓ પસાર કરાય છે.તેમ છતાં
કોઈ પગલા ભરવામાં આવતા નથી જેના કારણે વહીવટી તંત્ર ઉપર સવાલો ઉઠી રહ્યા છે. કોઈ ગંભીર
અકસ્માત સર્જાશે તો તેનું જવાબદાર કોણ તેવા સવાલો જાગૃત નાગરિકો પૂછી રહ્યા છે.