ભુજ, તા. 13 : કચ્છ યુનિવર્સિટી, ભુજ દ્વારા સર્વોદય સ્પોર્ટસ કોમ્પ્લેક્સ,
માધાપર ખાતે આંતર કોલેજ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું.
જિલ્લાની વિવિધ કોલેજોના 13 પુરુષ અને
12 મહિલા ટીમો સાથે કુલ 102 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો.
પુરુષ વિભાગમાં પ્રથમ સ્થાન તોલાણી કોમર્સ કોલેજ,
દ્વિતીય સ્થાન સંસ્કાર કોલેજ અને તૃતીય સ્થાન તોલાણી ઈન્સ્ટિટયૂટ ઓફ
કોમર્સે મેળવ્યું હતું. મહિલા વિભાગમાં પ્રથમ સ્થાન કચ્છ યુનિવર્સિટી ઈ-બ્લોક,
દ્વિતીય સ્થાન લાલન કોલેજ અને તૃતિય સ્થાન તોલાણી કોમર્સ કોલેજે પ્રાપ્ત
કર્યું હતું. સંકલન કચ્છ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ
પ્રોફેસર ભાવેશ મહેશ્વરી તથા સ્પોર્ટસ કો-ઓર્ડિનેટર ચિરાગ સાવલિયા દ્વારા કરાયું
હતું.