• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

ઓમાનમાં જહાજ નિશાને; ભારત નારાજ

નવી દિલ્હી, તા. 13 : ભારતે રવિવારે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ એમટી એલ ગૈયા પર થયેલા હુમલાની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, જહાજમાં 14 ભારતીય ક્રૂ સભ્યો હતા, જેમાંથી 13ને બચાવી લેવામાં આવ્યા છે અને ગુમ થયેલા નાગરિક માટે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, `ઓમાનમાં અમારું દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને શોધ અને બચાવ કામગીરીમાં ઓમાની સત્તાવાળાઓ સાથે સક્રિય રીતે સંકલન કરી રહ્યું છે. અમારા નાગરિકોને બચાવવામાં મદદ કરવા બદલ અમે ઓમાની સત્તાવાળાઓનો આભાર માનીએ છીએ. વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું, `અમે પ્રદેશમાં તણાવ ઓછો કરવા અને શાંતિ પુન: સ્થાપિત કરવા માટે સંવાદ અને રાજદ્વારી બનવાના અમારા આહ્વાનને પુનરાવર્તિત કરીએ છીએ. આ પ્રદેશમાં વાણિજ્યિક શાપિંગ, નાવિકો, નાગરિકો અને નાગરિક માળખાંને નિશાન બનાવવું અસ્વીકાર્ય છે. અમે એ પણ વિનંતી કરીએ છીએ કે પ્રદેશના આંતરરાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા મુક્ત અને સલામત નેવિગેશન અને વેપાર શક્ય તેટલી વહેલી તકે પુન: સ્થાપિત કરવામાં આવે. વિદેશ મંત્રાલયનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતે બ્રિક્સ સમિટમાં નાવિક સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ મુદ્દા પર સર્વસંમતિ સધાઈ હતી. બ્રિક્સ બિઝનેસ ફોરમને સંબોધતાં પીએમ મોદીએ કહ્યું, `વૈશ્વિક વેપાર ત્યારે જ પ્રગતિ કરી શકે છે જ્યારે દરિયાઈ માર્ગો સુરક્ષિત હોય.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd