ભુજ, તા.13 : આર.આર. લાલન કોલેજ ખાતે જોબ પ્લેસમેન્ટ ફેરમાં 129 વિદ્યાર્થીઓમાંથી 97 વિદ્યાર્થેની પસંદગી કરાઈ હતી.
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર, નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત યોજના અંતર્ગત ભુજની આર. આર. લાલન સાયન્સ કોલેજ
ખાતે વિદ્યાર્થીઓ માટે `પ્લેસમેન્ટ
ફેર'નું આયોજન કરાયું હતું. કોલેજના આચાર્યૅડો. સી.
એસ. ઝાલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કેમ્પસ ઇન્ટરવ્યૂમાં કચ્છ તથા આસપાસના વિવિધ ઔદ્યોગિક
ક્ષેત્રની 10 કંપનીઓ/ઉદ્યોગે
કોલેજના વિવિધ વિષયોના અંતિમ વર્ષના સ્નાતક કક્ષાના કુલ 129 વિદ્યાર્થીમાંથી 97 વિદ્યાર્થીની પ્રારંભિક પસંદગી
કરી હતી. ઉદિશા અને પ્લેસમેન્ટ સેલના ચેરમેન
પ્રો. (ડો.) ટી. ટી. ખત્રી, કમિટી સભ્ય
પ્રો. (ડો.) આર. એસ. જાની, પ્લેસમેન્ટ કમિટીના અન્ય સભ્યો પ્રો.
એ. એચ. ત્રિપાઠી, પ્રો. એ. એન. રાજગોર, પ્રો. આર. વી. યાદવ, ફાલ્ગુની કતીરા, પ્લેસમેન્ટ કો-ઓર્ડિનેટર કિરણ શ્રીમાળી વગેરે સહયોગી બન્યા હતા.