• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

સોમવારે ગ્રામસેવકો તમામ સરકારી વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થઇ જશે

ભુજ, તા. 13 : ગ્રામસેવક સંવર્ગની માગણીઓ અને લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતું હોવાથી જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને જિલ્લા ખેતીવાડી અધિકારીને કચ્છ જિલ્લા ગ્રામસેવક મંડળ દ્વારા આવેદનપત્ર આપી હકારાત્મક ઉકેલ નહીં આવે તો વહીવટી અને ખેડૂતલક્ષી કાર્યવાહી નહીં કરવા રજૂઆત કરી હતી. તા. 14/9 સોમવારે સરકારી વોટ્સએપ ગ્રુપમાંથી લેફટ થવા ઉપરાંત તા. 21ના ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર, તા. 25ના પેન ડાઉન હડતાળ, તા. 1/10ના માસ સીએલ અને તા. 2/10થી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઊતરવાનો નિર્ણય રાજ્ય ગ્રામસેવક મહામંડળના આદેશ મુજબ લેવાશે તેવું જણાવાયું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd